જેસીઆઈની રાષ્ટ્રીય સમિક્ષામાં ઝોન સાત (ગુજરાત) ઇન્ડિયામાં બીજા ક્રમાંકે:પોરબંદરના બિરાજ કોટેચાની આગેવાનીમાં ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતું થયું

જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) વિશ્વના 124 દેશોમાં યુવાનોના વ્યક્તિ વિકાસ માટે કામ કરતી આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, આ સંસ્થાના ઝોન સાત એટલે ગુજરાત પ્રદેશનો સમાવેશ થાય છે. હાલ વર્ષ 2021માં ઝોન સાતના પ્રમુખ તરીકે પોરબંદરના યુવાન બિરાજ કોટેચા સેવા આપી રહ્યા છે.

જેસીઆઈના બંધારણ મુજબ દર વર્ષે જેસીઆઈની વિવિધ પ્રકારની કામગીરીના જુદા જુદા માપદંડો નકકી કરવામાં આવેલા હોય છે અને તેના આધારે તમામ રાજ્યના પ્રમુખો પોતપોતાની કામગીરીનો અહેવાલ નેશનલ હેડક્વાર્ટર મુંબઈ ખાતે મોકલતા હોય છે.
આ કામગીરીમાં હાલ જેસીઆઈ ઇન્ડિયામાં 31 માર્ચના રોજ દરેક ઝોનની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી તેમાં ઝોન સાત (ગુજરાત)ની બેસ્ટ કામગીરી દેશભરમાં બીજા નંબરે જાહેર કરવામાં આવી હતી.

ગુજરાતને આ સફળતા પ્રાપ્ત થતા જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ રાખી જૈન, ઝોન લીડર ભરત પટેલ, લાખણશી ગોરાણીયા સહિતના આગેવાનોએ ઝોન પ્રમુખ બિરાજ કોટેચાને અભિનંદન પાઠવ્યા હતા.

મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના યુવાને રાષ્ટ્રીય કક્ષાએ ઝોન સાતનું સફળ નેતૃત્વ કરી પોરબંદરનું નામ રોશન કરવા બદલ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને જેસીઆઈ પોરબંદરના હોદ્દેદારોએ ઝોન પ્રમુખ બિરાજ કોટેચાને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!