એક વર્ષ સુધીમાં થનાર મહેર સમાજની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન માટે “જ્ઞાતિ ભવન” નું ભાડું બાબુભાઇ બોખીરિયા તરફથી અપાશે

આગામી એક વર્ષ સુધીમાં થનાર મહેર સમાજના આર્થિક નબળા પરિવારની દીકરીઓના લગ્ન માટે “જ્ઞાતિ ભવન” નું ભાડું બાબુભાઇ બોખીરિયા તરફથી અપાશે
જ્ઞાતિ ભવન માં લગાડવામાં આવનાર સી.સી.ટીવી કેમેરા નો તમામ ખર્ચ પણ બાબુભાઇ બોખીરિયા એ આપવાની કરી જાહેરાત
પોરબંદરમાં આજથી આગામી એક વર્ષ સુધીમાં થનાર મહેર જ્ઞાતિના આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન માટેનું જ્ઞાતિ ભવનનું ભાડું રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને શ્રી માલદેવ રાણા મહેર જ્ઞાતિ ભવન,શ્રી મહેર વિદ્યાર્થી ભવન ના પ્રમુખ બાબુભાઇ બોખીરીયા પોતે ખર્ચ ભોગવશે.
તેમજ જ્ઞાતિ ભવનના લગાડવામાં આવનાર સી.સી ટીવી કૅમેરાનો તમામ ખર્ચ પણ બાબુભાઇ બોખીરીયા પોતે ભોગવશે તેવી જાહેરાત બાબુભાઇ દ્વારા કરવામાં આવતા સમાજ શ્રેષ્ઠીઓ સહિત સમગ્ર મહેર સમાજ દ્વારા આવકાર સાથે અભિનંદન પાઠવ્યા છે તેમની સેવા પ્રવૃત્તિ ને બિરદાવી છે.
Please follow and like us:
