એ.સી.બી. સફળ ટ્રેપ : પોરબંદર માં જિલ્લા પંચાયત મદદનીશ ઇજનેર એસી બી ના હાથે 1,11,000 ની લાંચ લેતા ઝડપાયો
ફરીયાદી :- એક જાગૃત નાગરિક
આરોપી :- મિલનભાઈ સુરેશભાઈ રાયઠાઠા,મદદનીશ ઇજનેર, વર્ગ-2, જિલ્લા પંચાયત કચેરી, માર્ગ અને મકાન વિભાગ, પોરબંદર.
ગુનો બન્યા તા-01.04.2021
લાંચની માંગણીની રકમ: ₹.1,11,000/-
લાંચની સ્વીકારેલ રકમ: ₹ 1,11,000/-
રીકવર કરેલ રકમ: ₹ 1,11,000/-
ગુનાનું સ્થળ: માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં, પોરબંદર
ટૂંક વિગત :-
આ કામના ફરીયાદી શ્રી પોરબંદર જિલ્લામાં ભારાવાડા થી રાંદલ મંદીર, ખાંભોદર તરફ જતો રસ્તો તથા બગવદર થી રાંદલ મંદીર થઈ કીંદરખેડા તરફ જતા રોડના કામો પેટા કોન્ટ્રાક્ટમાં રાખી કામો પુર્ણ કરેલ જે કરેલ કામના બિલો મંજૂર કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરિયાદી પાસેથી રૂા.1,11,000/- ની લાંચની માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર નો સંપર્ક કરી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકા દરમિયાન આ કામના ફરીયાદી પાસેથી રૂા.1,11,000/- ની માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કરતા આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપ કરનાર અધિકારી માં ડી.વી. રાણા, પો.ઇ.એ.સી.બી. પો.સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ તથા સુપર વિઝન અધિકારી એ.પી. જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ રોકાયેલા હતા