દિવાળી પહેલાં સમય ગ્રુપે પરમહંસોને એટીકેટ કર્યા
*દિવાળી ઉત્સવ પર્વ નજીક આવી રહ્યુ છે ત્યારે સેવાભાવી સમય ગ્રુપ દ્વારા પરમહંસોને બાલ દાઢી કરી અને સ્નાન કરાવી નવા કપડા પહેરાવી અને તેમને ફાફડા ગાંઠીયા અને ખાજલીનો મસ્ત નાસ્તો પણ કરાવામા આવ્યો હતો
સમય ગ્રુપના યુવાનોએ દિવાળીના તહેવારો પૂર્વે અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે તેમાં આજે રસ્તે રખડતા પરમહંસોને શોધી શોધીને તેઓને બાલ દાઢી કરી સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી એટીકેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામને ફાફડા ગાંઠીયા અને ખાજલી નો નાસ્તો કરાવી અને દક્ષિણા પણ આપવામાં આવી હતી માનવતાનો સંદેશો આપ્યો હતો.
પોરબંદર શહેર માં પરમહંસોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને નવડાવી ધોવડાવી નાસ્તો કરાવી નવા કપડા પહેરાવીને પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનોએ કર્યું હતું.
આવા માનવસેવાના કાર્યો જોઈને ઈશ્વર પણ સમય ગ્રુપના યુવાનો ઉપર આશીર્વાદની વર્ષા કરતો હશે.