રક્ષાબંધન ના દિવસે માછીમારો દરિયો ખેડવાનું શરૂ કરે છે

શ્રાવણ સુદ પૂનમ ને સોમવાર તારીખ 19-08 2024 આજનો આ પવિત્ર દિવસ અને રક્ષાબંધન માછીમાર અને સમુદ્ર સફર કરનાર લોકો માટેનો આ દેવોનો દેવ એટલે દરિયાદેવ દુનિયાની છે ધાર્મિક પરંપરાઓમાં સનાતન ધર્મ અને હિન્દુ જીવન પદ્ધતિ અનાદીકાળ થી છે સમગ્ર જીવનનું રક્ષા કરવી એ જ હિન્દુ જીવન પદ્ધતિ છે એ કહે છે કે કીડીને કણ અને હાથીને મણ એ માનવતા દુનિયાના સમુદાયમાં હિન્દુ જીવન પદ્ધતિએ જાળવી રાખેલ છે એટલે જ કહેવામાં આવે છે કે વિશ્વનું કલ્યાણ થાય.
સાગર પુત્ર માટે તો આ દિવસ અતિ ઉત્તમ રક્ષાબંધન અને નાળિયેરી પૂનમ છે વહાણવટુ દરિયો ખેડવાવાળા લોકો માછીમાર અને બોટ માલિકો માટે આજનો દિવસ ઉત્તમ પવિત્ર છે દરિયાદેવની પૂજા થાય પછી પોતાનો વ્યવસાય શરૂ કરતા હતા એના કારણે જ માછીમારોમાં વર્ષો થી શાંતિ અને ભાઈચારાની ખૂબ જ મોટી ભાવનાઓ હતી આજના જેને સમુદ્ર દેવ શું છે એનું જ્ઞાન નથી અથવા ભાન નથી લાલચ માત્ર રૂપિયા કમાવવા માટે કરીને દરિયાદેવ વિરુદ્ધ દિશામાં કામ કરી રહ્યા છે એના કારણે માછીમારોમાં એકતાનો અભાવ દેખાય છે એ કુદરતી વારસો લુટાતો જાય છે નાળિયેરી પૂનમ પછી જ આપણા બાપદાદાઓ માછીમારી કરવા જાતા જ્યારે મોટી શીપોમાં વિદેશો ફરતા ત્યારે આજના આ પવિત્ર દિવસનું સમુદ્ર દેવનું પૂજન કરતા હોય છે આજના આ દિવસે સમુદ્ર દેવ પાસે જઈને દૂધમાં મધ સાકર અથવા ખાંડ અબીલ ગુલાલ અને પુષ્પથી દરિયાદેવની ખારવા સમાજની બેનો દ્વારા પૂજા કરવામાં આવતી અને એવા “મંત્રોચાર”કરતાં કે એ મોટાપેટ વાળા સમુદ્ર દેવ આજથી સમગ્ર માછીમારો વહાણવટુ અને મોટી શીપમાં જાતા અમારા ભાઈઓ, વડીલનું ધ્યાન રાખજો એ સફરમાં જાય પછી હેમખેમ સફર કરીને પાછા આવે તમને અમે ખોળો પાથરીને તમને વંદન અને પ્રાર્થના કરીએ છીએ. આ પરંપરાઓ સમુદ્રની સાથે જેનો વેપાર ધંધો હતો એના માટે બહેનો પ્રાર્થના કરતા હતા ઉપર આકાશ અને નીચે પાણી એ જ એની દુનિયા હતી કુદરતી સમુદ્રની આ તોફાની આફતોમાં પણ ફરી પાછા આવતા એ હંમેશા પરંપરાઓ રહી છે એટલે જ હિન્દુ સમાજ હંમેશા સુદભાવના સાથે “મંત્રોચાર” કરીને કહે છે કે વસુદેવકુટુંબકમ. સૌનું કલ્યાણ થાય એટલે જ આજનો આ દિવસ રક્ષાબંધન પવિત્ર છે રક્ષાબંધન એટલે માત્ર ભાઈ બહેન નો પ્રેમ નહીં આડોસી પાડોશી કોઈ સારા કાર્ય કરવા માટે કોઈ જાતુ હોય સારી નોકરી મળતી હોય વિદેશમાં જાતો હોય ત્યારે આડોશી પાડોશી માં રહેતા બેનો આશીર્વાદ આપતા હોય છે અને ભાઈ બહેન જેવા સંબંધો એટલે જ રક્ષાબંધન છે સમગ્ર માનવ જાતિનું કલ્યાણ થાય એ જ શુભ હેતુ સાથે પ્રાર્થના સૌ સાથે મળીને કરીએ તેમ સુનિલ દેવશી ગોહેલ (પૂર્વપ્રમુખ શ્રી ગુજરાત ખારવા સમાજ ) એ જણાવ્યું હતું.
