લાયન્સ કલબ પોરબંદર દ્વારા ખાસ જેલ ,પ્રજ્ઞાચકસુ ગુરુકુળ અને પ્રાગાબાપાના આશ્રમમાં રક્ષાબંધનની  ઉજવણી કરાઈ

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.19-08-2024 સોમવારના રોજ ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધનની અનેરી ઉજવણી કરવામાં આવેલ. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ.રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. ખાસ જેલ,પોરબંદરમાં કોઈ કારણોસર જેલની સજા ભોગવતા કેદીઓ ને સામાજીક કારણોસર બહેનો દૂર હોય અથવા અન્ય કોઈ કારણોસર ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી ના થઈ શકે ત્યારે લાયન્સ કલબ ઇન્ટર નેશનલ સામાજીક સંસ્થા હોય, સામાજીક બદલાવ માટે હર હંમેશ સેવા માટે તૈયાર હોય જેના ભાગ રૂપે જેલ અધિક્ષક  પ્રવીણ સિંહ એચ જાડેજા તથા અન્ય કર્મચારી ની ઉપસ્થિતિમાં આજે પંદરથી વધુ કેદીઓની કલાઈ માં રાખડી બાંધી હર્ષની લાગણી અનુભવી હતી. ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સંચાલક  કમલેશભાઈ ખોખરીની ઉપસ્થિતિમાં પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાં રહેતા વીસથી વધુ પ્રજ્ઞાચક્ષુઓને હાથે રાખડી બાંધી ભાઈ બહેનના પવિત્ર પ્રેમની દિવ્ય અનુભૂતિ કરી હતી.  ભુંડીયા પ્રાગજી પરસોતમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા સમાધિ સ્થાન પોરબંદરના સંચાલક તુષારભાઈ ભુંડિયા,મિત ભુંડિયા તથા ગીરીશભાઈ સોનિગ્રાને પણ આવા સત્કાર્ય ના સન્માન રૂપે તેમના હાથે ભાઈ બહેનના પવિત્ર સંબંધ રૂપી રાખડી બાંધેલ તેમજ તેમની ઉપસ્થિતિમાં આશરે પંચોતેરથી વધુ મનો દિવ્યાંગ (પરમ હંસો) જેઓ સમાજથી સાવ અલગ રીતે જીવતા હોય છે,માનસિક પરિસ્થિતિને લીધે પરિવારોની અલગ રાખવાની ફરજ બનતી હોય,તેવા સમયે લાયન્સ કલબ પોરબંદર દ્વારા આવા મનો દિવ્યાંગ ને રાખડી બાંધી થોડીવાર વાતાવરણ કરુણામય બની જવા પામ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર,સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,રીજીયન ચેર પર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!