પોરબંદર પોલીસ હેડક્વાર્ટર માં અકસ્માત : એક વાયરમેનનું મોત એક નજરકેદ પાકિસ્તાની કેદી ઘાયલ

પોલીસ હેડક્વાર્ટર માં આજે સવારે એક અકસ્માત થયો હતો જેમાં ક્રેન માં ચડી વાયરિંગ રીપેરીંગનું કામ કરતા સમયે ક્રેન પડતા પોરબંદરના એક વાયરમેન નું ઘટના સ્થળે મોત થયુ હતું અને નિચે ઉભેલ એક નજરકેદ પાકિસ્તાની કેદી ને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્ત ને હોસ્પિટલમાં ખાસેડવામાં આવ્યો હતો.
પોરબંદર માં રાવલિયા પ્લોટ શેરી નમ્બર 3 માં આશાપુરા કૃપા માં રહેતા અને વાયરમેન નું કામ કરતા 64 વર્ષ ના યોગેશભાઈ મનસુખલાલ થાનકી પોરબંદર પોલીસ હેડ કવાર્ટરમાં ક્રેન માં ચડી ને વાયરિંગનું કામ કરતા હતા તે સમયે ક્રેન પડતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે નીચે ઉભેલ નજરકેદ પાકિસ્તાનના કેદી મિર્ઝાન હબીબ ખાન( ઉ 32) ને માથા ના ભાગે ઇજા પહોંચી હતી તાત્કાલિક સારવાર અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મૃતક યોગેશ થાનકી નો મૃતદેહ પીએમ અર્થે ભાવસિંહજી હોસ્પિટલમાં પીએમ રૂમ માં ખસેડી પોરબંદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .
