પોરબંદરમાં મોટર સાયકલ, સ્કૂટરના નંબરોની નવી સિરીઝનો પ્રારંભ થશે

પસંદગીના નંબરો મેળવવા ઈચ્છતા વાહનમાલિકો નોંધણી કરી હરરાજીમાં ભાગ લઈ શકશે

પોરબંદર સહ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહનમાલિકો જોગ યાદી પાઠવાઈ

પોરબંદર, તા. ૨ર,

પોરબંદરમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, કાર્યક્ષેત્રના વાહન માલિકોને જણાવવામાં આવ્યું છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ, સ્કૂટરના નંબરોની નવી સિરીઝ જીજે ૨૫ એ એફ શરૂ કરવામાં આવનાર હોય, તથા જીજે રપ બીએ એલએમએ કાર ગોલ્ડન, સિલ્વરની બાકી રહેલા નંબરોના રી-ઓક્શન થનાર છે.
આ રજીસ્ટ્રેશન તા. ૨૮ ઓગસ્ટના રોજ બપોરે ૪ કલાકથી શરૂ થશે અને તા. ૦૧ સપ્ટેમ્બરના રોજ ૪ કલાકે પૂર્ણ થશે. ત્યારબાદ તા. ૦૧ સપ્ટેમ્બરથી તા. ૦૩ સપ્ટેમ્બર સુધી ઓકશનની કામગીરી થશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે http:/parivahan.gov.in/fancy પર નોંધણી કરાવવાની રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલુ હોય તે તારીખથી ૭ દિવસની અંદર રજૂ કરવાની રહેશે. અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરૂં થયા બાદ તેમનું વાહન અન રજીસ્ટર્ડ ગણાશે અને આવા અન રજીસ્ટર્ડ વાહનનો જાહેર જગ્યામાં ઉપયોગ કરી શકાશે નહિં.
અરજદારએ હરરાજીની પ્રક્રિયા પૂરી થયાના પાંચ દિવસમાં બીડ એમાઉન્ટનાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારએ રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડીટ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારનાં તે જ ખાતામાં એસ.બી.આઈ. ઈ-પે દ્વારા પરત કરવામાં આવશે, તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, પોરબંદર દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!