શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા ખેડૂત ભાઈઓ માટે ગાંધીનગર કૃષિ મેળામાં એક દિવસિય મુલાકાતનું આયોજન કરાયુ
દુનિયાના 20 થી પણ વધુ દેશોના ખેડૂતો વચ્ચે કાર્યરત અને ખેતી ક્ષેત્રે થતાં નીત નવા સંશોધનોને સંકલિત કરી ખેડૂતોની વચ્ચે પહોંચતી કરનાર ખૂબ જાણીતી સંસ્થા એગ્રી એશિયા દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગર મુકામે 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા પોરબંદર વિસ્તારના ખેડૂત ભાઈઓ માટે એક દિવસિય મુલાકાતનું આયોજન કરવામાં આવેલું હતું.
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા પોરબંદરના બરડા તેમજ ઘેડ વિસ્તારના ખેડૂત ભાઈઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત વર્ષ ૨૦૨૩માં પોરબંદર ખાતે સૌપ્રથમ વખત ભવ્ય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. સંસ્થા દ્વારા ખેડૂત ભાઈઓને તેમના ખેત ઓજારો રાહત ભાવે મળી રહે તેવા ઉદ્દેશથી ખેત ઓજારોનું વિતરણ પણ સંસ્થાની ખેડૂત પાંખ તરફથી કરવામાં આવે છે સાથે સાથે ખેડૂત ભાઈઓના પ્રશ્નોને વાચા આપવા માટે વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી રહી છે.
ખેડૂત ભાઈઓને તેમના મહામૂલા પાકોના જતન માટે તેમજ પોષણક્ષમ ભાવો મળી રહે તથા પશુપાલન બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા આશયથી દર મહિને ખેડૂત ભાઈઓ માટે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરી સંસ્થાની યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવે છે.
એગ્રી એશિયા દ્વારા ગાંધીનગર મુકામે યોજાયેલ કૃષિ મેળામાં પોરબંદર વિસ્તારના કુલ ૧૦૩ જેટલા ખેડૂત ભાઈઓને સંસ્થા દ્વારા બે એસી બસ દ્વારા વિનામૂલ્યે વિઝીટ કરાવવામાં આવી હતી જેથી આ વિસ્તારના ખેડૂત ભાઈઓને આંતરરાષ્ટ્રીય ઉપયોગમાં લેવામાં આવતી ટેકનોલોજીની માહિતી તેમજ માર્ગદર્શન મળી રહે.
આ સમગ્ર ખેડૂત પ્રવાસના સફળ આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, મહામંત્રીશ્રી બચુભાઈ આંત્રોલીયા તથા જીતેન્દ્રભાઈ વદર સાહેબ તેમજ સંસ્થાના ઉપપ્રમુખ અને ખેડૂતપાંખના અધ્યક્ષ લાખાભાઈ કેશવાલા, સંસ્થાના ઉપપ્રમુખ તથા સહ અધ્યક્ષ અરજનભાઈ ખીસ્તરીયા તેમજ સંસ્થાના ઉપપ્રમુખ અને વિલેજ કાઉન્સિલના અધ્યક્ષ નવઘણભાઈ મોઢવાડિયા તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રી અને સહ અધ્યક્ષ કારાભાઈ કેશવાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.
તારીખ ૨૧-૦૯-૨૦૨૪ ના રોજ યોજાયેલા એક દિવસીય ખેડૂત પ્રવાસમાં લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, રામાભાઇ ઓડેદરા, ભોજાભાઈ આગઠ, ઓઘડભાઈ મોઢવાડિયા, રામભાઈ કેશવાલા, તેમજ ગાંધીનગરથી પરબતભાઈ ખિસ્તરીયા તેમજ સંસ્થાના કર્મચારી ભરતભાઈ ઓડેદરા, પારસભાઈ ખુંટી, કરણભાઈ સુંડાવદરા સહિત ખેડૂત ભાઈઓ જોડાયા હતા અને કૃષિ મેળાનો લાભ લીધેલ હતો.