પોરબંદર ખાતે આંખની તમામ તકલીફ માટે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
પરમ પૂજ્ય સદગુરૂ શ્રી રણછોડદાસજી બાપુ ની અસીમ કૃપા અને પ્રેરણા થી પાયોનિયર ક્લબ,સાગરપુત્ર સમન્વય તથા રેડક્રોસ સોસાયટી (પોરબંદર તાલુકા શાખા) તથા લાયન્સ ક્લબ પોરબંદર “બાપુ” ના સયુંક્ત ઉપક્રમે તા.૦૭/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ રત્નસાગર હોલ,પોરબંદર ખાતે આંખની તમામ તકલીફ માટે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નું અયોજન કરવામાં આવેલ.આ કેમ્પનું આયોજન શ્રી પ્રવીણભાઈ ખોરાવા તથા રામદેવભાઈ મોઢવાડીયા દ્વાર કરવામાં આવ્યું હતું.આ અવસરે પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, રામદેવભાઈ મોઢવાડીયા, પ્રવીણભાઈ ખોરાવા,
સામતભાઈ ઓડેદરા,
વિક્રમભાઈ ઓડેદરા વગેરે એ હાજરી આપી દીપ પ્રાગટય કરી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.આ નેત્ર નિદાન કેમ્પમાં આધુનિક ટેક્નિકવાળા કોમ્પ્યુટરાઈઝ મશીન દ્વારા રાજકોટના નિષ્ણાંત ડોકટર દ્વારા પોરબંદર શહેરના ૯૦૦ વ્યક્તિઓને તપસ્યા હતા.તેમાંથી 150 વ્યક્તિને મોતીયા ના ઓપરેશન ની જરૂર હોય તેમને સંસ્થા દ્વારા નિઃશુલ્ક મોતીયાના ઓપરેશન કરાવી આપવામાં આવશે.તેમજ ૭૫૦ વ્યક્તિઓને આંખના હોય તે માટે નંબર વાળા નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા.આ કેમ્પમાં આમંત્રિત મહેમાનો પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા,પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા,સામતભાઈ ઓડેદરા,વિક્રમભાઈ ઓડેદરા,કાંતિભાઈ કાણકીયા,સુનિલભાઈ ગોહેલ,મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા,માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ,કેતનભાઈ ભરાણીયા, નવઘણભાઈ મોઢવાડીયા, અરજનભાઈ ખિસ્તરીયા અને રાજેશભાઈ બુદ્ધદેવ એ હાજરી આપી હતી.તેમજ સંસ્થાના મેમ્બર્સ હરજીવનભાઈ કોટીયા, વિજયભાઈ ઉનડકટ,
જ્યેન્દ્રભાઈ ખુંટી,કેતનભાઈ પટેલ,હિતેન્દ્રસિંહ જાડેજા,જયેશભાઈ માંડવીયા,પ્રદીપભાઈ ગજ્જર,સંજય લોઢારી, પરેશ પારેખ તેમજ લેડીઝ મેમ્બર્સ લિલા બેન મોતીવરસ
ઉમાબેન ખોરાવા,દિપાબેન ચાવડા,ક્રિષ્નાબેન ઠાકર,
ચેતનાબેન થાનકી,નીલાબેન થાનકી,ખુશ્બૂબેન માંડલીયા,
બીનાબેન માંડલિયા,દિપ્તીબેન રાયમગીયા,જુલીબેન દાવડા
હેતલબેન થાનકી,મીનાક્ષીબેન ગજ્જર,નીપાબેન જમરીયા
ખ્યાતીબેન લોઢારી,
સંગીતાબેન અમલાણી,
ઉર્મિલાબેન સાકરીયા,
કમળાબેન ચાવડા,કિરણબેન ભુતીયા,દિપાબેન પલાણ,
હર્ષાબેન રુઘાણી,રશ્મીબેન સોઢા એ હાજરી આપી હતી તેમજ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ કેમ્પમાં હાજર લાભાર્થીઓ તેમેજ મહેમાનો અને સંસ્થાના હાજર તમામ મેમ્બર્સને ચા પાણી અને નાસ્તા ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ₹ ૧,૫૦,૦૦૦/- નો ખર્ચ થયેલ છે.
આ કેમ્પ પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા ના આર્થિક સહયોગથી કરવામાં આવેલ છે.