બાબુભાઈની વિદાયથી સમાજને પ્રેમાળ, પથદર્શક મોભીની ખોટ પડી:અગ્રણીઓ

 

પોરબંદર જિલ્લા કોળી સમાજના અગ્રણી શ્રી બાબુ ભાઈ ચૌહાણ ને અંજલિ

પોરબંદર : મૂળ વતન સુરેન્દ્રનગર અને રાણાવાવ ને કર્મ ભૂમિ બનાવનાર,પોરબંદર જિલ્લા કોળી સમાજ ના મહામંત્રી, જાંબુવાન ગુફા ના ટ્રષ્ટ ના મંત્રી , રાણા વાવ નગર પાલિકા ના પૂર્વ ઉપ પ્રમુખ અને વિવિધ સંસ્થા સાથે જોડાયેલા અને જાણીતા પત્રકાર શ્રી બાબુ ભાઈ ચૌહાણ નું તાજેતરમાં રાણાવાવ ખાતે નિધન થતા પોરબંદર જિલ્લા સહીત સૌ રાષ્ટ્ર માં શોકનું મોજું ફરી વળ્યું હતું
છેલ્લા ત્રણ દાયકાઓ થી કોળી સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યશન નાબુદી માટે સૌરાષ્ટ્ર ના ગામડા ખુંદી ને કન્યા કેળવણી નો વ્યાપ વધારવા માં તેઓનું બહુ મૂલ્ય પ્રદાન રહ્યું હતું સાલસ, પરગજુ, વિદ્યામાં પારગત હોવાના કારણે પોરબંદર જિલ્લા સહીત સૌ રાષ્ટ્ર માં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો ના લોકો ના હૃદયસ્થ ર્રહ્યા હતા
પોરબંદર જિલ્લા સમસ્ત કર્મ ચારી મંડળ ના પ્રમુખ  રામભાઈ બગીયા ના અધ્યક્ષ સ્થાને રાણા વાવ ખાતે ના તેમના નિવાસ સ્થાને મળેલી શોક સભામાં જિલ્લા કોળી સમાજ રન્ત કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા , એ અંજલિ આપતાં જણાવ્યું હતું કે ,બાબુ ભાઈ એટલે ખંત અને ખમીર ની કહાણી, બાબુભાઇ નુ સ્થાન કોઈ લઇ શકશે નહિ ,બાબુ ભાઈની વિદાય થી સમાજને પ્રેમાળ, પથ દર્શક મોભી ની ખોટ પડી છે
ઉપલેટા બક્ષી પંચ છાત્રાલય ના સ્થાપક અને ઉપલેટા તાલુકા કોળી સમાજના પ્રમુખ, જગદીશભાઈ વિરમગામાં,પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મ ચારી મંડળના પ્રમુખ  નારણભાઇ બામણીયા, પોરબંદર છાંયા પ્લોટ ન્યૂ ઘેડીયા કોળી સમાજ ના પ્રમુખ દેવાયત ભાઈ વાઢિયા ,સહીત જિલ્લા ભરના ના અગ્રણીઓએ સદ્દગત ના પુત્રો  સુનિલ ભાઈ, નિકુંજ ભાઈ ને સાત્વના પાઠવી ને , બાબુ ભાઈ ની સામાજિક, રાજકીય, શૈક્ષણિક આધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રે ની પ્રવૃત્તિ ને યાદકરી બે મિનિટ નું મૌન શોક સંદેશ પાઠવી પાળી શ્રી મદ ભગવદ ગીતા નો પાઠ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!