વિશ્વ ડાયાબિટીસ દિવસ ના ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન
વિશ્વ ડાયાબીટીસ દિવસ એટલે ડાયાબીટીસ દર્દ અંગે જાગૃતિ લાવવાનું અભિયાન. સર હેડરીક બેન્ટીંગનો જન્મ દિવસ ૧૪મી નવેમ્બર ના દિવસે રહ્યો છે. તેઓએ ચારલેશ બેસ્ટ સાથે મળીને ઈન્સ્યુલીનની શોધ કરેલ અને તેના માનમાં વિશ્વ ડાયાબીટીસ દિવસ સારાએ વિશ્વમાં જન જાગૃતિના ભાગ રૂપે ઉજવણી કરવામાં આવે છે.
ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે છે. આ ઘણી ગંભીર બાબત છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસ મુક્ત ગુજરાત બનાવવા ૧૪મી નવેમ્બર વિશ્વ ડાયાબીટીસ દિવસને ઉપલક્ષ્ય બનાવી, યોગીક ઉપચાર દ્વારા ડાયાબીટીસના દર્દીઓને યોગમય જીવનશૈલી અપનાવી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન મળી રહે તેવા શુભ આસયથી પુરા ગુજરાત રાજ્ય માં આ ડાયાબીટીસ મુક્ત ગુજરાત અભિયાન નું આયોજન કરેલ છે.
જેના ભાગ રૂપે પોરબંદર જિલ્લા માં પણ આજ રોજ તારીખ ૧૪ ના રોજ નગર સેવા સદન સંચાલિત મહારાજા શ્રી નટવરસિંહ જી ઉદ્યાન માં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર ની શરૂઆત સવારે ૬ વાગે કરવામાં આવી.
આ શિબિર માં પોરબંદરજિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિબિર ના સાધકો નું ડાયાબિટીસ નું પરીક્ષણ કરવામાં આવ્યું.તેમના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા.ત્યાર બાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન યોગ સેવક શ્રી શિશપાલ જી ના માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં પધારેલ મહેમાનો માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના જિલ્લા કો ઓર્ડીનેટર કેતન કોટિયા દ્વારા શબ્દો થી સ્વાગત કરવામાં આવેલ. આ સાથે ડાયાબિટીસ શિબિર માં ભાગ લેનાર તમામ નું શાબ્દિક સ્વાગત કરેલ. મહેમાનો એ દીપ પ્રાગટ્ય કરી શિબિર ની પ્રાસંગિક શરૂવાત કરાવેલ.
ડાયાબીટીસને હરાવવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘણી મુવમેન્ટ શરૂ કરી છે. જેમાં નેશનલ હેલ્થ મિશન, આયુષ્યમાન ભારત, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને પબ્લીક હેલ્થ અવેરનેશ કેમ્પેઈન જેવા રાષ્ટ્રિય કાર્યક્રમો થઈ રહ્યા છે. એ પ્રમાણે ગુજરાતમાં પણ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા માનનીય રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી માર્ગદર્શન હેઠળ આજ પુરા ગુજરાત રાજ્ય માં દરેક જિલ્લા માં કુલ ૪૫ ડાયાબીટીસ મુક્તિ માટે શિબિર નું આયોજન આજ ૧૪ નવેમ્બર થી ૨૮ નવેમ્બર સુધી થઈ રહ્યું છે. તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી. પોરબંદર જિલ્લા માં પણ
ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબીર નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેના ઉદઘાટન પ્રસંગે પોરબંદરના ભીષ્મપિતામાં ડોક્ટર સુરેશભાઈ ગાંધી , નગર સેવા સદનના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, સમસ્ત ખારવા સમાજ પોરબંદરના વણોટ પવનભાઈ શિયાળ, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ના ધર્મપત્ની શ્રીમતી હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયા, આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના સી.ડી.ઓ .સાહેબ ડોક્ટર કરમટા , પોરબંદર નગરપાલિકા ગાર્ડન ડેવલોપિંગ કમિટીના ચેરમેન ધવલભાઈ જોશી ફિશ એક્સપોર્ટર એસોસિએશન ના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ કરશનભાઈ સલેટ,આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય ફાઇબર ગ્રુપ ઓફ પોરબંદરના પ્રમુખ હિતેશભાઈ ખોરવા ,ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રુપના મુખ્ય પ્રણેતા જીતુભાઈ મદલાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યા બાદ ડાયાબિટીસ ગ્રસ્ત મધુપ્રમેહહ થી પીડિત લોકોને યોગ્ય માર્ગદર્શન આપી ઉત્સાહિત કરેલ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબીર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રચંડ પુરુષાર્થી ચેરમેન યોગ સેવક શીશપાલ જી ની આ સરાહનીય કાર્ય ની પ્રશંસા કરેલ.
ડૉ.ચેતનાબેન તિવારી એ દ્વારા પોરબંદર ના લોકો ને અપીલ કરી કે યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા દરેક બીમારીઓ થી બચી શકાય છે.તેમાટે રોગ મુક્ત થવાની ચાવી આપતુ આ યોગ શિબિર નું આયોજન સર્વેને ઉપયોગી બની રહેશે.તેમાટે વધારે થી વધારે લોકો આ ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન માં ભાગ લ્યે.અને ડાયાબિટીસ તેમજ બીમારીઓ થી મુક્ત થાય.
ત્યાર બાદ પોરબંદર ના તબીબ જગત ના ભીષ્મ પિતામહ સમા ડૉ સુરેશ ગાંધી એ પોતાના વ્યક્તવ્ય માં બતાવ્યું કે ડાયાબીટીસ શું છે તેના પ્રકારો, ડાયાબીટીસ થવાના કારણો, લક્ષણો અને મુક્તિ માટે યોગિક ઉપાયો, પ્રકૃતિક આહાર, જીવનશૈલીમાં પરીવર્તન દ્વારા ડાયાબિટીસ ની બીમારી થી મુકત થઈ શકાય છે.તેવી ખૂબ ઉપયોગી જાણકારી આપી.
આ કાર્યક્રમ માં જોડાયેલ લોકો ને યોગ અભ્યાસ બાદ યોગ ચિકિત્સક ની સલાહ મુજબ ….નું એકસ્ત્રિમ ફિટનેસ કેર અને એસ.પી કન્સલ્ટન્સી ના પ્રિયાંસુ શેઠ દ્વારા જ્યુસ આપવામાં આવેલ.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા આરોગ્ય વિભાગ ની ટીમ… નો ખુબ સારો સહયોગ રહ્યો હતો.
પોરબંદરના ના બધા જ લોકો ને રોગ મુકત થવા આ ઉપરોક્ત સ્થળ પર સવારે 6 વાગે યોગ શિબિર માં જોડાવવા વિનંતી કરવામાં આવેછે.
આ શિબિર માં યોગ શિક્ષક જીજ્ઞાબેન ગોસ્વામી યોગ શિક્ષક જીતુભાઈ મદલાની,યોગ શિક્ષક પરેશ ડુબલ, યોગ શિક્ષક નીતાબેન ભરાડા દ્વારા યોગ અભ્યાસ કરાવવા માં આવેલ.
જ્યારે હીરાબેન ગોરાણીયા ઉષાબેન શિયાળ ,ક્રિષ્નાબેન ટોડર્મલ ,માલતી સોલંકી,કિરણબેન ઠાકવાણી
મનિષાબેન મસાણી,હંસાબેન ત્રિવેદી,જીજ્ઞાબેન ગોસ્વામી,ઊર્મિષાબેન પાંજરી,જાગૃતીબેન પાંજરી,અલ્પાબેન લાખાણી,જલ્પાબેન કક્કડ,મનિષાબેન લોઢારી,જયશ્રીબેન સિસોદિયા,પૂજા ખોખરી,વસંતાબેન કોરડીયા,ઉષાબેન મોતીવરસ, .મહેશ મોતીવરસ,સુનિલ ડાકી,અંજલિ ગાંધ્રોકિયા,ધ્વનિ સલેટ ,ક્રિષ્ના મહેતા,હિમાની મોતીવરસ,ધરતી કોટિયા ,જૈનિકા ગોહેલ ,મોહીત મઢવી ,હેબિત મલેક ,કાર્તિક માલમ,
અંત માં પોરબંદર જિલ્લા ના કોર્ડીનેટર કેતન કોટિયા દ્વારા પધારેલ મહેમાનો ,નગર સેવા સદન પોરબંદર ,યોગ ટ્રેનરો તેમજ જોડાયેલ લોકો નો આભાર વ્યક્ત કરવામાં આવેલ .