પોરબંદરમાં ચકચારી બનેલી રાજન કીલ્લાકરની મિલ્કત સંબંધેના દાવામાં કલેકટરે કરેલી કાર્યવાહી રદ કરતી પોરબંદર કોર્ટ.

પોરબંદરમાં રાજન કિલ્લાકર નામના વ્યકિતને પેટી પલંગમાં પુરીને તેની મિલ્કતો ઓળવી જવા અન્વયે ૨૦૧૧ માં પોલીસ ફરીયાદ દાખલ થયેલી હતી અને ત્યારબાદ જે તે વખતના જીલ્લા કલેકટર ગીરીશભાઈ શાહ દ્રારા તેની તમામ મિલ્કતો અન્વયે મિલ્કતના હાલના નવા માલીકને સાંભળ્યા વગર તમામમિલ્કતો સંબંધે દસ્તાવેજો રદ કરવા સંબંધે તથા સીટી સર્વેમાં એન્ટ્રી ન પાડવા સંબંધે હુકમો કરેલા હતાં. તેવો જ એક હુકમ ગીતાબેન બીપીનભાઈ જોશી કે જે છાંયા ગામની રેવન્યુ સર્વે નં.૩૨૨/૧ ની જમીનમાં પાડેલા પ્લોટો પૈકી પ્લોટનં.૨૪-બી. ની જમીન અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી હતી.
અને તેઓ શુધ્ધબુધ્ધિના ખરીદનાર હતાં અને ત્યાં બાંધકામ કરી મકાન પણ બનાવેલુ હોયપરંતુ કલેકટર દ્રારા તે પ્લોટ ખાલસા કરવાનો હુકમ કરતા પ્લોટના માલીક દ્રારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જીલ્લા કલેકટરનો હુકમ ખોટો હોવા સંબંધે દાવો કરતા અને તે દાવામાં નામદાર કોર્ટ દ્રારા તમામ રેકર્ડ ખરાઈ કરી તેમજ ખરીદનાર દ્રારા ડાયરેક કોઈ રાજન કીલ્લાકરના વારસો પાસેથી જમીન ખરીદ કરેલ ન હોય પરંતુ તેઓ બીજા ખરીદનાર હોય અનેતેઓએ જીતેન્દ્ર લક્ષ્મીદાસ માધવાણી પાસેથી જમીન ખરીદ કરેલી હોય અને તેરીતે તેઓ શુધ્ધબુધ્ધિના ખરીદનાર હોય એટલુ જ નહીં બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૩૭ ની જોગવાઈ મુજબ જયારે કોઈ પ્રાઈવેટ મિલ્કત હોય ત્યારે સરકારી અધિકારીની ડાયરેક કોઈ ઈન્વોલ્ટમેન્ટ કરવાની સતા ન હોય અને તે રીતેકલેકટરે મનસ્વી રીતે ખોટો હુકમ કરેલ હોવાનું રેકર્ડ ઉપર પુરવાર થઈ જતા પોરબંદરના સીનીયર સીવીલ જજ શ્રી પંડયા સાહેબ દ્રારા રેકર્ડ ઉપરના તમામ પુરાવાઓ ઘ્યાને લઈ જીલ્લા કલેકટરએ કરેલો હુકમ રદ કરી નાંખેલ છે. અનેતે રીતે હવે આ પ્લોટ પુરતી સીટી સર્વે ના રેકર્ડમાં ઉતરો ઉતર એન્ટ્રીઓ પડીશકશે અને ગીતાબેન જોશી અન્યને વેચાણ પણ કરી શકશે અને તે રીતે પોરબંદરના ચકચારી પ્રકરણમાં આ હુકમના કારણે અન્ય ખરીદનારાઓને પણલાભ મળશે તેવુ ચર્ચાઈ રહેલ છે.
આ કામમાં પ્લોટ માલીક વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી તથા અનિલ ડી. સુરાણી રોકાયેલા હતાં.