આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત અકસ્માતમા મૃત્યુ પામેલ  યુવાનના નામે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું

આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત આજ સોમવારના રોજ અકસ્માતમા મૃત્યુ પામેલ ભરડા પરિવારના યુવાન ના નામે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું

આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત
આજ રોજ ખાપટ મા રેહતા ભરડા પરિવારના અકસ્માત મા મૃત્યુ પામેલ યુવાન સ્વ : રાજ જેઠાભાઈ ભરડા જે નવ મહિના પેલા ગાયત્રી મંદિર પાસે એક અકસ્માત મા મૃત્યુ થયું હતું ત્યારે આજે તેજ જગ્યા ગાયત્રી મંદિર પાસે.આજે ભરડા પરિવાર ના સભ્યો દ્વારા પરિવારના લાડકા રાજ ના નામે વૃક્ષ રોપ્યું આજીવન વૃક્ષ રૂપી સ્મૃતિ જીવિત રહે અને એક ઘટાદાર વૃક્ષ બને અને લોકોને છાયો અને ઓકિસજન આપે તે હેતુ થી લીંબડા નું વૃક્ષ વાવી અને પોતાના પ્રિય સ્વજનની સ્મૃતિમા વૃક્ષ રોપણ કરવામાં આવ્યું અને ગ્રીન પોરબંદર ના મુખ્ય આયોજન શ્રી રામદેવભાઈ મોઢવાડીયા અને પ્રવીણભાઈ ખોરાવા કોડીનેટર ધર્મેશભાઈ પરમાર અને સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો ગ્રીન પોરબંદર થકી આજે પોતાના પરિવારના સ્વજન ની સ્મૃતિમા વૃક્ષ વાવી અને વૃક્ષ ઉપર સ્વ રાજ જેઠાભાઈ ભરડા નામની તપકી લગાડી કાયમી યાદી રાખી સાથે સ્વ રાજના પરિવારે લોકોને અપીલ કરી આજના ઝડપી જમાનાંમા વાહનો ધીરે અને સલામતી સાથે ચાલવાની લોકોને અપીલ કરી..!

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!