પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં ઈ-કેવાયસી તથા બાળકોનાં સર્વાંગી વિકાસ માટે વાલી મિટિંગ યોજવામાં આવી હતી
આજ રોજ તા:૨૫-૧૦-૨૦૨૪ ને શુક્રવારનાં રોજ બાળકોના સર્વાંગી વિકાસ અને ઈ- કેવાયસીની સમજ માટે વાલીઓની વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બધા વાલીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના આચાર્યા હિરલબેન દાસા દ્વારા સુંદર મજાની માહિતી આપવામાં આવી હતી. કેવી રીતે ઈ-કેવાયસી ઘરે જ કરી શકે અથવા કઈ જગ્યાએ ઈ-કેવાયસી થઈ શકશે એ વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રથમ સત્રની પરિક્ષામાં જ ઘણાં બધાં વિદ્યાર્થીઓ બિમાર પડ્યા હતા તે બાબતે પણ તકેદારી રાખવાના પગલાં ભરવા ભલામણ કરી હતી. આ કાર્યક્રમમાં છાયા કુમારના સી.આર.સી સાહેબ ડૉ.વિવેકભાઈ જોષી ઉપસ્થિત રહ્યા હતા એમને પણ યોગ્ય પ્રસંગોચિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓના વિચારોની આપલે કરી હતી. બહોળી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં બધા નાસ્તો કરી છુટા પડ્યા હતા.
Please follow and like us: