પોરબંદરથી  પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો જાસુસ પકડાયો

પોરબંદરમાંથી એટીએસ એ એક શખ્સને પકડ્યો છે જે કોસ્ટ ગાર્ડમાંથી ગુપ્ત માહિતીઓ અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં ફેસબુક આઈડી ના માધ્યમથી મોકલતો હોવાનું ઘટસ્ફોટ થયો છે.

પોરબંદર માં આજે ગુજરાત એટીએસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેનું નામ છે પંકજ દિનેશભાઈ કોટિયા પોરબંદરના કે કે નગરમાં મેં તો આ વ્યક્તિ તમાકુ પેકિંગ તથા જેટી પર રહેલ કોસ્ટ ગાર્ડ શિપ ઉપર વેલ્ડીંગ કામ માટે જતો હતો તે દરમિયાન રિયા નામના ફેસબુક આઈડી ને વોટ્સપ મારફત જેટી પર ના કોસ્ટ ગાર્ડ ના ફોટો મોકતો હોવાની માહિતી સામે આવી છે આ માહિતી આપવા બદલ તેને ફેબ્રુઆરી 24 થી અત્યાર સુધીમાં 26 હજાર રૂપિયા મળ્યા હોવાનું સામે આવ્યું છે અને રિયા નામનું આઈડી પાકિસ્તાની મહિલા એજન્ટનું હોવાનું પણ ખોલ્યું છે આગળની તપાસ એટીએસ કરી રહી છે પરંતુ હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

ઉલ્લેખનીય છે કે પોરબંદર નો દરિયા કિનારો અગાઉ પણ સંવેદનશીલ રહ્યો છે અને અનેકવાર અહીંથી દરિયા માર્ગ નો ઉપયોગ કરી પાકિસ્તાન ના આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ કર્યો હતો જેમાં આતંકવાદી કસાબ પણ અહીંથી જ મુંબઈ સુધી ગયો હતો. આ ઉપરાંત ગોસાબારા હથિયાર લેન્ડિંગ પ્રકરણમાં પણ પોરબંદરના દરિયા કિનારાનો ઉપયોગ થયો હતો આમ પોરબંદરનો દરિયા કિનારો સંવેદનશીલ હોય અને આ પોરબંદરમાંથી એટીએસ દ્વારા શંકાસ્પદ જાસુસ ઝડપાયો છે ત્યારે આ જાસૂસ પાસેથી વધુ વિગતો પણ મળે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!