દિવાળીના તહેવાર દરમ્યાન અનિચ્છનીય બનાવ અટકાવવા જાહેર જનતાને તકેદારી રાખવા પોરબંદર જીલ્લા પોલીસ વતી અપીલ

પોરબંદર જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા ની આગેવાનીમાં સપ્ટેમ્બર માસ ૨૦૨૪ ની ક્રાઇમ કોન્ફરન્સ પોલીસ અધિક્ષક કચેરી Conference Room ખાતે Dy.SP શહેર, ગ્રામ્ય તથા મુખ્યમથક તથા જીલ્લાના તમામ થાણા અધિકારી ઓ તથા બ્રાન્ચના અધિકારીઓ સાથે તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ આયોજીત ક્રાઇમ કોન્ફરન્સમાં જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્રારા આવનાર દિવાળી તહેવાર અનુસંધાને જરૂરી સુચના અને માર્ગદર્શન અન્વયે ગઇકાલ તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં DY.SP પોરબંદર શહેર તથા પો.ઇન્સ. કમલાબાગ પો.સ્ટે. સાથે કમલાબાગ પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ તથા આજરોજ તા.૨૬/૧૦/૨૦૨૪ ના રોજ જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં કીર્તિમંદીર પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ. આમ, આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ ના રોજ દિવાળીના તહેવારની ઉજવણી થનાર હોય અને દિવાળીના તહેવાર દરમ્યાન પોરબંદર જીલ્લામાં કોઇ ચોરી, લુંટ ન બને તેની તકેદારીના ભાગરૂપે તથા પોરબંદર શહેરમાં કોઇ ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તે સબબ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

દિવાળીના તહેવાર દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ બનતા અટકાવવા જાહેર જનતાને નીચે જણાવેલ તકેદારી રાખવા પોરબંદર જીલ્લા પોલીસ વતી અપીલ કરવામાં આવે છે.

આગામી દિવાળી વેકેશન દરમ્યાન નોકરીયાત વર્ગોએ વતનમાં જતા પહેલા પોતાના ઘરમાં રાખેલ કીંમતી સોના ચાંદીના દાગીના, રોકડ રૂપીયા બેંકમાં લોકરમાં રાખવા કે કોઇ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવુ. તેમજ તમારા વિશ્વાસુ પાડોશ અથવા સગા-સંબંધીઓને જાણ કરવી. તેમજ શકય હોય તો CCTV કેમેરા/ચોકીદાર રાખવા.

દિવાળી તહેવાર દરમ્યાન ફેકટરી વિસ્તારોમાં રજાનો માહોલ હોય. જેથી ફેકટરીની ઓફીસમાં કોઇ રોકડ રકમ કે અન્ય કીંમતી સામાન રાખવો નહી. તેમજ સિક્યોરીટી ગાર્ડ તથા CCTV કેમેરાની ખાસ ખાત્રી કરવી.
દિવાળી તહેવાર દરમ્યાન પરીવાર સાથે બહાર ફરવા જઇ રહેલ અંગેની માહિતી સોશ્યલ મિડીયામાં શેર ન કરવી.

રાત્રી તથા દિવસ દરમ્યાન ઘર તથા સોસાયટી આસપાસ શકમંદ વ્યકિત દેખાય તો તુરત પોલીસ કંટ્રોલરૂમ તથા નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવી.

દિવાળી તહેવાર દરમ્યાન સોના-ચાંદીના દાગીના ચમકાવવા માટે ફરતા ફેરીયા કે અન્ય અજાણ્યા ઇસમોને દાગીના ધોવા આપવા નહિ અને આવા લેભાગુ ઇસમો થી સાવધાની રાખવી.

બજારમાં ખરીદી માટેની ભીડનો લાભ લઇ ખીચા કાતરૂઓ તથા ચીલઝડપ કરનારાઓ થી સાવધાન રહેવું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!