પોરબંદર છાયા નગરપાલિકાનાં પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીના ઉપસ્થિતિમાં સ્ટ્રીટલાઈટોનું લોકાર્પણ કરાયું

નગરપાલિકા દ્વારા રૂા.૩૭.૦૦ લાખનાં ખર્ચે સ્ટ્રીટલાઈટ નાંખીને બોખીરા બસ સ્ટેન્ડ થી રોકડીયા હનુમાન મંદિર, ખાપટ સુધીનાં રોડને પ્રકાશિત કરાયો
રાત્રીનાં સમયે સ્ટ્રીટલાઈટોનાં પ્રકાશનાં કારણે શહેરી વિસ્તારનાં નાગરિકો તેમજ હાઇવે પરથી પસાર થતાં પ્રવાસીઓને થશે ફાયદો
પોરબંદર, તા.૨૯:પોરબંદર શહેરી વિસ્તારનાં નાગરિકો
માટે તેમજ હાઇવે પરથી પસાર થતાં પ્રવાસીઓને રાત્રીનાં સમયે પુરતા ઉજાસની સુવિધા મળી રહે તે માટે બોખીરા બસ સ્ટેન્ડ થી રોકડીયા હનુમાન મંદિર, ખાપટ સુધીનાં રસ્તા ઉપર પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા રૂા.૩૭.૦૦ લાખનાં ખર્ચે સ્ટ્રીટલાઈટ નાંખવાની કામગીરી
કરવામાં આવી હતી.
જેનું પોરબંદર છાયા નગરપાલિકાનાં પ્રમુખ ડો.ચેતનાબેન ગીરીશચંદ્ર તિવારી તેમજ સ્ટ્રીટલાઈટ એડવાઈઝરી કમિટીના ચેરમને જ્યોત્સનાબા ઇન્દ્રજીતસિંહ રાણાનાં હસ્તે બોખીરા બસ સ્ટેન્ડથી રોકડીયા હનુમાન મંદિર, ખાપટ સુધીના રસ્તાની સ્ટ્રીટલાઇટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં બોખીરા બસ સ્ટેન્ડ થી રોકડીયા હનુમાન મંદિર, ખાપટ સુધીનો રસ્તો સ્ટ્રીટલાઇટોથી ઝળહળી ઉઠ્યો હતો
આ વિસ્તારમાંથી પસાર થતાં લોકો માટે,હાઇવે પરથી પસાર થતાં પ્રવાસીઓને સ્ટ્રીટલાઇટોનો પ્રકાશનાં કારણે રાત્રીનાં સમયે પસાર થવામાં સરળતા રહેશે.
આ તકે નગરપાલિકાનાં બોખીરા તથા ખાપટ વિસ્તારનાં કાઉન્સીલરો તેમજ અગ્રણી અજયભાઈ બાપોદરા,મહેન્દ્રસિંહ ઉદેસિંહ ચાવડા,ચનાભાઈ પાંડાવદરા,રૂડાભાઈ માલમની ઉપસ્થિતીમાં રહ્યાં હતાં.
