લાયન્સ કલબ પોરબંદર દ્વારા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં વ્યસન મુક્ત ભારત તથા બાળ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાયો
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.12-04-2024 શુક્રવારના રોજ બ્રાન્ચ પ્રાથમિક શાળા,પોરબંદર માં વ્યસન મુક્ત ભારત તથા બાળ કેન્સર જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો.
12-04-2024 શુક્રવારના રોજ બ્રાન્ચ પ્રાથમિક શાળા,પોરબંદર માં બ્રાન્ચ પ્રાથમિક શાળાના આચાર્ય નયનભાઈ વાજાના માર્ગ દર્શન મુજબ “વ્યસન મુક્ત ભારત તથા બાળ કેન્સર અંગે જાગૃતિ નો કાર્યક્રમ રાખવા માં આવેલ.
બ્રાંચ પ્રાથમિક શાળા ના શિક્ષક ગણ દ્વારા લાયન્સ કલબ પોરબંદર ના પદાધિકારીઓ નું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા દ્વારા વ્યસનમુક્તિ માટે બહેનોની મદદ વડે પરિવાર કે સમાજમાં કુટેવ કે વ્યસન સામે હિમંતભેર લડી વ્યસનમુક્ત ભારતનું નિર્માણ કરી શકે છે આ મહાઅભિયાનમાં બહેનો કોઈપણ રૂપમાં સાથ સહકાર આપી આગળ આવે આવી અપીલ કરવામાં આવી અને વ્યસન મુક્તિ માટે શપથ લેવડાવ્યા…
વ્યસન મુક્ત ભારત વિશે જોઈન્ટ સેક્રેટરી લાયન ગોસ્વામી હરદત્તપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભારતમાં દરરોજ કરોડો રૂપિયા ફુંકવું, થુંકવું અને સુંઘવું પાછળ ખર્ચાય છે,જેના પરિણામ સ્વરૂપે રોજના 3000 થી વધુ લોકો કેન્સર કે અન્ય રોગથી મોતને ભેટે છે,જે આંકડો કોરોના જેવી મહામારી કરતા પણ વધુ છે,માટે વ્યસન મુક્ત ભારત થઈ શકે તે માટે વિદ્યાર્થીઓમાં ખાસ જાગૃતિ લાવવાની જરૂર છે.
બીડી, તમાકું તથા દારૂ જેવા દુષણો થી કેન્સર જેવી બીમારી થાય જ છે ,પણ સાથે હ્રદયરોગ,નપુસંકતા,વાંઝિયાપણું માનસિક રોગ,શ્વસન માર્ગના રોગો,પાચનતંત્રના રોગો અને પ્રજનન તંત્રમાં રોગનો ભોગ બને છે,તેમજ સમાજની તિરસ્કારનો ભોગ પરિવાર સાથે બને છે એવા સંજોગમાં સ્વસ્થ ભારત ના નિર્માણ માં અવરોધ સાબિત થાય છે.
બાળ કેન્સર અંગે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં એક લાખ પંચોતેર હજાર બાળ કેન્સર દર્દીના સંખ્યા માંથી ભારતમાં એંસી હજાર થી વધુ બાળ કેન્સર દર્દીની સંખ્યા દર વર્ષે નોંધાય છે,જે ચિંતાનો વિષય છે, આ માટે લાયન્સ કલબ સંસ્થા દ્વારા વિશ્વ લેવલે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે,વધુમાં બાળકોમાં થતાં મુખ્ય પાંચ પ્રકારના કેન્સર પૈકી ત્રણ કેન્સર વધુ જોવા મળે છે,લ્યુકેમિયા,બ્રેઈન ટયુમર,અને લાસિકા ગ્રંથિમાં થતાં કેન્સર વિશે સરળ ભાષામાં સમજૂતી આપી હતી સાથે લાઇફ સ્ટાઈલ માં બદલાવ,કુટેવો,ખોરાક વિશે જાણકારી સાથે સાવચેતી રાખી આવા અસાધ્ય રોગથી બચી શકાય તેમજ લાંબુ દીર્ઘાયુ જીવન જીવી શકાય.
આરોગ્ય તથા સામાન્ય જ્ઞાન આધારીત પ્રશ્નો પૂછવામાં આવેલ જેમાંથી વિજેતા બનેલ વિદ્યાર્થીઓ પ્રીતમ ગૌતમ ધવલ, માનસી મુરુ રાઠોડ,ગૌરવ ગૌતમ ધવલ,જયદીપ દિનેશ ધવલ,પૂર્વી રાણા સોલંકી,નીલમ રમેશ પાંડવદરા, જય સંજય વાઘ, આરૂષ મયુર ધવલ,હિરલ રમેશ રાઠોડ,તથા ઓમ શ્યામ ખોખરી આ તમામને પેન તેમજ લાયન્સ કવેસ્ટ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા,સેક્રેટરી લાયન અજયભાઈ દત્તાણી જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, લાયન ગોપાલભાઈ લોઢારી, શ્રી બ્રાન્ચ પ્રાથમિક શાળાના શિક્ષકો ક્રિષ્ના બેન ડી.બરેજા,પ્રીતિબેન એચ.ભટ્ટી,અજયકુમાર જે.જોષી, અભિષેકભાઈ એમ.પાઠક તેમજ ચારસોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતાં.
વ્યસન મુક્ત ભારત તથા બાળ કેન્સર’ જાગૃતિ પાછળનો હેતુ બાળકોમાં જોવા મળતા કેન્સર પ્રત્યે તથા વ્યસન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને કેન્સરની સમયસર યોગ્ય સારવાર માટે કામ કરવાનો છે.કેન્સરનું ઝડપથી નિદાન થાય, સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓની સુવિધા મળે, એ બાળકોની સરસ રીતે સંભાળ લેવાય એ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વ્યસન મુક્ત ભારત નું નિર્માણ કરવાના સાર્થક પ્રયત્ન લાયન્સ ક્લબ પોરબંદર જેવી સામાજીક સેવા કરતી ઇન્ટર નેશનલ સંસ્થા હોય તે સેવાના ભાગરૂપે વ્યસન મુક્ત ભારત તથા બાળ કેન્સર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરેલ છે,અને તે માટે હંમેશા સેવા માટે તત્પર રહેશે.
લાયન્સ કલબ પોરબંદરના સહયોગથી શાળાના શિક્ષકોને લાયન્સ ઇન્ટરનેશનલ કલબમાંથી આવેલા લાયન્સ કવેસ્ટના પુસ્તકોનો સેટ લાયન પંકજ ચંદારાણા તરફથી અત્યાર સુધી દરેક શાળામાં કરવામાં આવેલ કાર્યક્રમમાં ભેટ આપવામાં આવેલ છે. તેમજ જીતેશભાઇ રાયઠઠ્ઠા ના સહયોગથી વિદ્યાર્થીના માતાપિતાને ઉપયોગી બને તેવા લાયન્સ કવેસ્ટ પુસ્તકો વિજેતા બનેલા વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે આપવામાં આવેલ,તેમજ જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ના આર્થિક સહયોગથી આજે આ કાર્યક્રમમાં વિજેતા ને બોલપેન ભેટ આપવામાં આવી હતી.