પોરબંદરના બરડામાં ઉષ્ણ લહેરથી સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડતા અને રાહત આપવા માટે વન તંત્ર પ્રતિબદ્ધ

વન્ય પ્રાણીઓને ગરમીથી બચાવવા પગલાં લેવાયા

બરડા જંગલ વિસ્તારમાં પાંચ માદા અને એક નર સહિત ૬ સિંહ અને વન્યજીવો માટે પીવાના પાણીના ૬૦ પોઇન્ટ કાર્યરત

જંગલ વિસ્તારમાં વન્યજીવોને પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે વધુ બે ટ્રેક્ટરથી ટેન્કર મારફત સગવડ ઉપલબ્ધ કરાઇ

પોરબંદર, તા. ૨૭ : પોરબંદરના બરડામાં ઉષ્ણ લહેર-હિટ વેવથી સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડતા અને રાહત આપવા માટે વન તંત્ર પ્રતિબદ્ધ છે. બરડા જંગલ વિસ્તારમાં પાંચ માદા અને એક નર સહિત ૬ સિંહ અને વન્યજીવો માટે પીવાના પાણીના ૬૦ પોઇન્ટ કાર્યરત છે. જંગલ વિસ્તારમાં વન્યજીવોને પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે વધુ બે ટ્રેક્ટરથી ટેન્કર મારફત સગવડ ઉપલબ્ધ કરાઇ છે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારો ઉષ્ણ લહેર છે. આ સ્થિતિમાં વન્ય જીવોને પાણી મળી રહે તે માટે પોરબંદર વન તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં પાંચ માદા અને એક નર સિંહ સહિતના વન્યજીવોને ઉષ્ણ લહેરથી બચાવવા માટે પીવાના પાણીના પોઈન્ટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોઈન્ટ પર સમયાંતરે પાણી રિચાર્જ કરવામાં આવે છે. વન્યજીવોને તરસ છીપાવવા માટે દૂર સુધી જવું ન પડે તે હેતુ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એશિયાઈ સિંહોને રહેણાંક વિસ્તાર બરડા ડુંગરમાં સિંહો માટે વિશેષ કાળજી લેવાનો પ્રયાસ વન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારે આ પોઈન્ટ પર પાણી ભરવામાં આવી રહ્યું છે. કેટલાક સૌર અને પવન ઉર્જાથી સંચાલિત છે તો કેટલાક પોઈન્ટ પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે બરડા જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના ૬૦ પોઇન્ટ કાર્યરત છે. જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ થાય તે માટે બે વધુ ટ્રેક્ટરનો ઉમેરો કરી હાલ ત્રણ ટ્રેક્ટરથી ટેન્કર મારફત એક ફેરામાં ૧૦ હજાર લિટર પાણીથી પોઈન્ટને ભરવામા આવી રહ્યો છે. ૩૦ પોઈન્ટ ટેન્કરથી ભરવામાં આવી રહ્યા છે, તો બાકીના ૨૫ જેટલા પોઇન્ટ સોલર ઉર્જાથી અને અન્ય તમામ પોઇન્ટ પવનચક્કીથી ભરવામાં આવી રહ્યા છે. ઉષ્ણ લહરમાં દરેક પોઇન્ટ ખાલી ન રહે તેની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. અને સતત ૬ જેટલા કર્મચારીઓ દરેક પોઈન્ટ નિમિત રીતે ભરાઇ તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. હીટવેવના કારણે કોઈ વન્ય પ્રાણી બીમાર પડે તેવી સ્થિતિમાં સારવાર આપવા વેટનરી તબિબ કાર્યરત રખાયા હોવાનું જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!