પોરબંદર ના સત્યનારાયણ મંદિર માં દીકરીઓ – મહિલાઓ lમાટે” કરાટે અને વ્યાયામ” ના વર્ગો નો થયો પ્રારંભ

આધુનિક યુગમાં મહિલાઓ માટે સ્વ બચાવ માટે કરાટે જેવી પ્રવૃર્તિ ની આવશક્યતા છે :ડો. ચેતના બેન તિવારી

દીકરીઓ – મહિલાઓ મોટી સંખ્યા માં ઉત્સાહ ભેર જોડાયા
પોરબંદર : શૈક્ષણિક,, સામાજિક આધ્યાત્મિક અને સેવા ક્ષેત્રે છેલ્લા આઠ દાયકાઓ થી શ્રી સત્ય નારાયણ “પ્રભુ વિજયતે એ ધ્યેય મંત્ર “ ધ્યેય મંત્ર સાથે પોરબંદર ના શ્રી સત્ય નારાયણ મંદિર માં અનેક પ્રવૃર્તિ ઓ હાથ ધરવા માં આવે છે, પોરબંદર ની દીકરીઓ -મહિલાઓ શારીરિક રીતે અને માનસિક રીતે મજબૂત થઇ, ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિ માં સજાગ રહેવા કોઈપણ સંજોગોમાં આવતી તકલીફો નો સામનો કરી શકે (સેલ્ફ ડિફેન્સ ) તેવા ઉમદા હેતુ સર તાજેતર માં પોરબંદર ના સત્ય નારાયણ મંદિર ખાતે ના પરિસર માં દીકરીઓ – મહિલાઓ માટે “ કરાટે અને વ્યાયામ “ ના વર્ગો નો પ્રારંભ કરવા માં આવેલ હતો.
પોરબંદર સત્ય નારાયણ મંદિર ના મુખ્ય ટ્રષ્ટિ શ્રી ભરત ભાઈ માંખેચા એ મંદિર ની સામાજિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, આરોગ્ય લક્ષી અને સેવલક્ષી પ્રવૃત્તિ ની વિકાસ યાત્રા યાત્રા સાથે પ્રવુતિ ઓ ની રૂપ રેખા પ્રસ્તુત કરી ઉપસ્થિત મહાનુભાવો ને ઉસ્મા વસ્ત્ર સાથે મીઠો આવકાર આપ્યો હતો
સત્ય નારાયણ મંદિર ના ટ્રષ્ટિ શ્રી મતિ શિલા બેન માંખેચા એ જણાવ્યું હતું કે સત્ય નારાયણ હોલ ખાતે અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે 6થી 7 વાગ્યાં સુધી આ વર્ગો રાખવામાં આવેલ છે પોરબંદર ના એક્સ સ્ટ્રીમ ફિટનેશ જિમ ના પ્રણેતા શ્રી કેતન ભાઈ કોટીયા ના માર્ગદર્શન હેઠળ સારા અનુભવી ટ્રેનર બહેનો દ્વારા કરાટે અને વ્યાયામ શીખ વાળવામાં આવશે દીકરીઓ અને મહિલા ઓ માટે ના કરાટે અને વ્યાયમ ના વર્ગો ની ભૂમિકા આપી હતી દીકરીઓ – મહિલાઓ ને જોડાવા આહવાન કર્યું હતું
સત્ય નારાયણ મંદિર ના પરિસર માં યોજાયેલ કરાટે -વ્યાયમ તાલીમ વર્ગો ના સમારોહ માં પોરબંદર ઇસ્કોન મંદિર ના પૂજ્ય નદકિશોર પ્રેમ પ્રભુ જી, પોરબંદર ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટર જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, એક્સ સ્ટ્રીમ જિમ ના શ્રી કેતન ભાઈ કોટીયા, સત્ય નારાયણ મંદિર ના મુખ્ય ટ્રષ્ટિ શ્રી ભરત ભાઈ માખેચા, ટ્રષ્ટિ શ્રી શિલા બેન માખેચા ની ઉપસ્થિમાં પોરબંદર ની નગર પાલિકા ના પ્રમુખ ડો ચેતના બેન તિવારીએ
આવર્ગો નો મંગળ દીપ પ્રજવલ્લિત કરી ખુલો મૂકી ને સત્ય નારાયણ મંદિર ની સેવાકીય પ્રવૃર્તિ ને બિરદાવતા જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં મહિલા માટે સ્વ બચાવ માટે કરાટે- વ્યાયામ જેવી પ્રવૃર્તિ ની આવશક્યતા ગણાવી ને નારી સાશક્તિ કરણ ની પહેલ ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અતિથિ પદે ઉપસ્થિત રહેલ પોરબંદર ના ઇસ્કોન મંદિર ના પરમ પૂજ્ય શ્રી નદકિશોર પ્રેમ પ્રભુ જી એ વિદેશ ના આફ્રિકા અને પુરાણો ના વિવિધ ઉદાહરણો આપી મહિલાઓ શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બને તે માટેના આવા કાર્યક્રમો થવા જોઈએ
આ પ્રસંગે પોરબંદર ની ગોઢાણીયા બી એડ કોલે જ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા “બેટી પઢાવો, બેટી બચાવો સૂત્ર ને વેગવાન બનાવવા સમય સાથે તાલ મિલાવે તેજ તાલીમ કહેવાય તેમણે આધાત્મિક સાથે બાળકો ના સંસ્કાર સિચન કરતુ સત્ય નારાયણ મંદિર ને શહેર નું મયુર પીછ ગણાવ્યું હતું આ પ્રસંગે પોરબંદર એક્સ સ્ટ્રીમ જિમના પ્રણેતા શ્રી કેતન ભાઈ કોટીયા એ રામાયણ,મહાભારતના આપણા દેવી દેવતાં ના હાથમા હથિયારો છે તે શક્તિના પ્રતીક ગણાવી આજે શાસ્ત્ર ની સાથે શાસ્ત્ર ની પણ જરૂર છે જે કરાટે ના માધ્યમ થકી મહિલાઓ ને શારીરિક માનસિક રીતે મજબૂત કરી શકાયઃ છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!