સમય ગ્રુપે વધુ એક વખત કીડી જેવા નાના જીવો માટે તૈયાર કર્યા 1111 શ્રીફળ
સુદામા નગરીમાં સમય ગ્રુપ દ્વારા શ્રીફળ માં વિવિધ પ્રકારની નવ જાતની અલગ અલગ સામગ્રી ભરી તૈયાર કરાયેલા પૌષ્ટિક ભોજન નું કીડિયારું પુરવાનો સેવાયજ્ઞ યોજાયો
માનવીઓ થી માંડીને મૂંગા જીવો માટે સેવા કરતી સંસ્થાના ઉમદા કાર્યને બિરદાવાયું
પોરબંદરમાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા મૂંગા જીવોથી માંડીને માનવીઓ માટે અવિરત પણે અવનવા આયોજનો હાથ ધરનાર સમય ગ્રુપના યુવાનો દ્વારા વધુ એક વખત કીડી માટેના સેવા યજ્ઞ નું આયોજન થયું હતું જેમાં 1111 જેટલા શ્રીફળમાં જુદા જુદા નવ પ્રકારની સામગ્રી ભરીને તેનું વિશિષ્ટ કીડિયારુ તૈયાર કરવામાં આવ્યું હતું તથા જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા.
સમય ગ્રુપના આ યુવાનોએ કીડી ના ભોજન માટે સેવાયજ્ઞ યોજ્યો હતો જેમાં 1111 શ્રીફળ માં નવજાતની સામગ્રી ભરી અવિરત અનેરો સેવા યજ્ઞ યોજાયો
કીડીના ભોજન માટેનો સેવાયજ્ઞ વધુ એક વખત યોજવામા આવ્યો હતો 1111 જેટલા શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા આ શ્રીફળ જંગલ વિસ્તારના ઝાડી ઝાંખરામાં તેમજ વડલા સહિતના જુદા જુદા વૃક્ષોમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા
પોરબંદરના સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે ત્યારે કીડી માટે આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા
સમય ગ્રુપની સેવા સરાહનીય છે મનો દિવ્યાંગો ને એટીકેટ તૈયાર કરવાથી માંડીને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા,સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે
ત્યારે કીડીઓ માટે શ્રીફળ માંથી છોતા કાઢીને અંદર હોલ પાડી નવ જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો હતો જેમાં ઘઉંનો લોટ,ચોખાનો લોટ,તલ,રવો, ખાંડ પાવડર, તેલ, ગંગાજળ, બિસ્કીટ, તુલસીપાન,વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે આ એક શ્રીફળ કીડીને અંદાજે છ મહિના સુધી ચાલે છે આવું ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા કરીને 1111 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા પોરબંદર શહેર માં
છાયા એ,સી, સી,રોડ સામેના ગ્રાઉન્ડમાં અને છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં પરશુરામ રોડની પાછળના ભાગમાં અને પક્ષી અભ્યારણની આગળ ગોઢાણીયા કોલેજ આસ પાસ અને નિરમા ફેક્ટરીની
સામેના ઝાડી ઝાંખરામાં તેમજ વડલામાં તથા જુદા જુદા વૃક્ષોમાં અને હઠીલા હનુમાન મંદિરના સામેના ભાગમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામે વડલામાં તેમજ મોકર ગામ થી ભૉદ ગામ ના પાટિયા સુધી જંગલ અને
ઝાડીઓ માં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવસેવા કરતી સંસ્થાની આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખૂબ પ્રસંશા થઈ રહી છે આ સેવાકાર્ય જોઈ સૌકોઇ બિરદાવી રહ્યા છે અને સમય ગ્રુપના આ સેવા કાર્યથી શ્રીફળ માં કીડિયારુ પુરવાની બીજાને પણ પ્રેરણા મળી રહી છે ત્યારે સેવાભાવી યુવાનોની આ કામગીરીને પોરબંદર વાસીઓએ આ સેવા બિરદાવવામાં આવી હતી
24/11/2024/રવિવાર
જય જલારામ બાપા