ગુરુકુળ મહિલા કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે ‘ઓનલાઈન ક્વિઝ્’નું આયોજન

રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મેહતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પોરબંદરમાં લાઈબ્રેરી વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે ‘ઓનલાઈન ક્વિઝ્’નું આયોજન કરવામાં આવેલું હતું.

સ્વામી વિવેકાનંદ જયંતિ, જેને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ યુવાનો માટે હંમેશા કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાક્યને સાર્થક કરવા માટે ગ્રંથાલય વિભાગ દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલો હતો જેના ભાગરૂપે વિદ્યાર્થીની બહેનોમાં સામાન્ય જ્ઞાન વિશેની માહિતી વિકસે તેમજ વર્તમાન બાબતો વિશે વધુ જાણકાર બને તથા પુસ્તકીયું જ્ઞાન નહિ પરંતુ વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થાય તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું.

આ સ્પર્ધામાં કુલ ૩૧ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્થાન કુ. ગીતા લીલાભાઈ કડછા (એસ.વાય.બી.એ.ઈંગ્લીશ), દ્વિતીય સ્થાન કુ. નયના રણછોડભાઈ સાંબડ (એસ.વાય.બી.એ.ઈંગ્લીશ) તથા રોશની રાજુભાઈ ઓડેદરા (એસ.વાય.બી.કોમ. ગુજરાતી) અને તૃતીય સ્થાન કુ. મહેક મહેશભાઈ ઘૂટલા (એફ.વાય.બી.કોમ.ગુજરાતી)એ પ્રાપ્ત કર્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો.અનુપમભાઈ નાગરના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન શ્રી છાયાબેન કિડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકેની ફરજ કોમર્સ વિભાગના પ્રો. અમીબેન પઢિયાર દ્વારા નિભાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુપેરું સંચાલન ગ્રંથપાલ શ્રી છાયાબેન કિડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કુ. વિજુ મેરામણભાઈ કુછડિયા, કુ. રોશની રાજુભાઈ ઓડેદરા તથા કુ. પાયલ ગોગનભાઈ ગોઢાણિયા રહ્યા હતા. આમ, સૌના અથાગ પ્રયત્નોથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!