પોરબંદર માં મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનો 141માં દીપોત્સવી પર્વે નિર્વાણ દિન ની ભવ્ય ઉજવણી

વહેમ -અંધશ્રદ્ધા ને દૂર કરવા. ઋષિ મહર્ષિ એ પોતાનું બલિદાન આપ્યું : હર્ષિત રૂઘાણી


પોરબંદર માં મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીનો 141માં દીપોત્સવી પર્વે નિર્વાણ દિન ની ભવ્ય ઉજવણી નું આ યોજન સંપ્પ્ન્ન : આર્ય સમાજ દ્વારા શાર દી ય નવસ શેષ્ટિ યજ્ઞ, ભજનોપદેશ સહીત ના વિવિધ કાર્ય કર્મો દ્વારા ભાવંજલિ અર્પણ કરાઈ


પોરબંદર : મહર્ષિ દયાન દ સરસ્વતી ના 141 માં નિર્વાણ દિન નિમિતે વ્યાખ્યાન નું આયોજન કરવા મા આવતા યુવા પેઢી વિશે ચિંતા સેવવા માં આવી, વ્યાખ્યાન માં ડો ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે આજના યુવક યુવતીઓ માં દેશા ભિમાન ને બદલે દેહાભિમાન વધ્યું છે યુવાનોમાં ચારિત્ર બળ ન હોયતો બધી બાબતો નિષ્ફ્ળ નીવડે છે ત્યારે યુવાનો એ જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવો જરૂરી છે.
આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયા ન દ સરસ્વતિ એ વેદો ના ઊંડા અભ્યાસુ, સમાજ સુધારક અને મહાન દેશ ભક્ત એવા મહર્ષિ નું દીપોત્સવી પર્વે નિર્વાણ થયું હતું ગુજરાત નું ગૌરવ એવા મોરબી ના ટંકારા ગામે જન્મેલા મુળ શકર પાછળથી મહર્ષિ દયા નંદ સરસ્વતી તરીકે ઓળખાયા હતા તેમણે વહેમ અંધશ્રદ્ધા, બાળ વિવાહ, બહુ પત્નીત્વ, પદ ડા પ્રથા, સતી પ્રથા, દહેજ પ્રથા વગેરે જેવા અનીસ્ટો નો વિરોધ કરી સ્ત્રી શિક્ષણ, વિધવાવિવાહ, આંતર જ્ઞાતિ લગ્ન લગ્નો ની હિમાંયત કરી હતી વહેમ, અંધશ્રદ્ધા દૂર કરવા વિજ્ઞાન જરૂરી હોવાનું જણાવી ને દયા નંદ સરસ્વતી ના આદર્શ ને વાણીમાં નહિ વર્તન માં પણ અનુકરણ કરવું જરૂરી હોવાનું ઉમેર્યું હતું
પોરબંદર ના આર્ય સમાજના સ્થાપક સ્વ, એચ. કે. મોતી વરસ ના વિચારો ને વાગોળી ને આર્ય સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય એ જણાવ્યું હતું કે મહર્ષિ નો દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એકતા સ્થાપવા માં મૂલ્ય વાન ગણાવ્યો હતો
પોરબંદર ની જાણીતી શ્રી રામ સ્વિમિંગ ક્લબ ના ચેરમેન શ્રી હર્ષિત ભાઈ રૂઘાણી એ આજથી દોઢસો વર્ષ પહેલા સમાજ સુધારણા ના ગૂજરાત ના પનોતા પુત્ર મહર્ષિ દયા નદ સરસ્વતી એ અંધ શ્રદ્ધા, વહેમો ને દૂરકરવા પોતાની જાતનું બલિદાન આપ્યું હતું આ પ્રસંગે શ્રી ળ કાનજી ભાઈ ગોહિલ, શ્રી ગગન ભાઈ કુહાડા એ પોતાના વિચારો પ્રસ્તુત કરી શ્રદ્ધા જલિ અર્પણ કરી હતી
આર્ય સમાજ ના મંત્રી શ્રી કાંતિભાઈ જુંગીવાલા એ મહર્ષિ ના પુસ્તક સત્યાર્થ પ્રકાશ નો પરિ ચય આપી આ પુસ્તક આધ્યાત્મિક ઉન્નતિ માટે નો મૂલ્ય વાન ગ્રન્થ ગણાવી ને વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ની લુપ્ત થયેલ પ્રતિષ્ઠા ને પુન સ્થાપના કરવા મહર્ષિ દયા નંદ સરસ્વતી એ જીવન ભર પ્રયાસો કર્યા, મુંબઈ માં 18 57માં આર્ય સમાજની સ્થાપના કરી તેમણે આર્ય સમાજને સામાજિક ચેતના ના કેન્દ્રો ગણાવ્યા હતા

આર્ય સમાજના ના ઋષિ કુમાર શાસ્ત્રી એ શાર દીય નવસ સ્યે ષ્ટિ યજ્ઞ (દીપાવલી ) ના મહત્વ અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, દીપોત્સવી એ પ્રકૃતિ નો પર્વ છે. ભારત દેશ કૃષિ અને ઋષિ પ્રધાન દેશ છે, શરદ ઋતુમાં નવા ખેતીના પાકો તૈયાર થતા નવા ધા ન્ય ની યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે આ rઋતુ માં બીમારી ઓ વધે છે એટલે આરોગ્યના ઋષિ ધનવન તરી ઋષિનું પૂજન થાય છે, લક્ષ્મી એટલે શરીરનું સ્વસ્થ રહેવું, શરીર સ્વ સ્થ હશે તો સુખ, શાંતિ આવશે એટલે આજના વર્તમાન યુગમાં કૃષિ, ઋષિ અને પ્રકૃતિક ખેતી અનિવાર્ય છે દીપોત્સવી પર્વે ઘરમાં નવા ધા ન્ય આવતા વર્ષો પહેલા દેશના પ્રત્યેક ઘરમાં આ યજ્ઞ કરવાની પરમ પરા હતી આ થી આર્ય સમાજમાં આ યજ્ઞ કરવા માં આવેછે
આ તકે સમાજ શ્રેષ્ઠિ શ્રી ધનજીભાઈ આર્ય, , કાંતિલાલ જુંગી વાલા, નાથાભાઈ લોઢા રી,અને ગગન ભાઈ કુહાડા  હીરાભાઈ  રવિભાઈ સી ધવ,  સુરેશ ભાઈ જુંગી દમ્પતિ ના યજમાન પદે યોજાયેલા નવસ સ્યે ષ્ટિ યજ્ઞમાં પૂરો હિત શ્રી નીતિન કુમાર અને ઋષિકુમાર શાસ્ત્રી વૈદિક મંત્રોચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી
આ તકે હાર્મોનિયમઅને તબલાના તાલે પુરોહિત નીતિન કુમાર શાસ્ત્રી તથા આર્ય સમાજ સ્ત્રી સભાના બહેનો દ્વારા એ આર્ય સમાજના દેશ ભક્તિ ના ભજનો ઉપદેશ સાથે પ્રસ્તુત કરી ને મહર્ષિ ઋષિ દયા નંદ સરસ્વતી ને સ્વરા જલિ અર્પણ કરી હતી
આ તકે આર્ય સમાજ સ્ત્રી સભા ના બહેનો શ્રી મંજુલા બેન આર્ય નીમું બેન કુહાડા, નયના બેન લોઢારી, સુમે ધા બેન સિંહ વાસન્તિ બેન સિધવ રમીલા બેન જુંગી જયા બેન મસાણી એ પ્રવચનો ભજનો દ્વારા અંજલિ આપી હતી
પોરબંદર ના આર્ય સમાજ માં ચાલતા ઔષધા લય ના છેલ્લા વિસ વર્ષ થી નિઃશુલ્ક સેવા આપતાં ડો છોટુ ભાઈ સુરાણી ની તબીબી સેવાને બિરદાવવા માં આવી હતી સમગ્ર કાર્ય કર્મનું સંચાલન આર્ય સમાજના મંત્રી શ્રી કાંતિલાલ જુંગી વાલા એ સંભાળ્યું હતું વૈદિક શાંતિ પાઠ સાથે કાર્યક્રમનું સમાપન બાદ સૌ એ સુ રૂચી ભોજન લીધું હતું
કાર્યક્રમ માં ડો છોટુ ભાઈ સુરાણી, સેવા કર્મી રમેશભાઈ દવે, પ્રોફેસર ડો ભાવના બેન મશરૂ, શ્રી મતિ ચેતના બેન રૂઘાણી, મગન ભાઈ સાદિયા,  અકબર ભાઈ સાદિક, ધર્મેશ ભાઈ મઢવી,, જી. ઈ બી ના નિવૃત્ત એન્જીનીયર રણછોડભાઈ ગોહેલ, સહીત શહેરના પ્રભુદ્ધ નાગરિકો , આર્ય સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા આર્ય સમાજના અધિ ષ્ઠા તા આર્ય વિર દળ ના માર્ગદર્શક  ગગન ભાઈ કુહાડા તેમ આર્ય સમાજના હોદેદારો સર્વ શ્રી ઉપપ્રમખ  સુરેશભાઈ જુંગી કોષધ્યક્ષક દિલીપ ભાઈ જુંગી પુસ્તકાલય ધ્યક્ષ શ્રી નાથાલાલ લોઢારી સહિતના હોદેદારો એ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને શોભવ્યો હતો

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!