પોરબંદરમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૧૪-૨૮ નવેમ્બર દરમિયાન ડાયાબિટિસ નિવારણ યોગ શિબિર યોજાશે

જિલ્લાના વધુમાં વધુ લોકોને જોડાવા માટે યોગબોર્ડ દ્વારા અપીલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન અને ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર દ્વારા યોગ ટ્રેનરો સાથે થઈ મહત્વની બેઠક યોજાઈ
પોરબંદર, તા.૧૧:ડાયાબિટીસ મુક્ત ગુજરાત યોગ શિબિરની સફળતા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન અને ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર દ્વારા યોગ ટ્રેનરો સાથે થઈ મહત્વની બેઠક યોજાઈ હતી.
આગામી તારીખ ૧૪ નવેમ્બર થી ૨૮ નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતની થીમ સાથે યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે
જે અંતર્ગત પોરબંદરમાં પણ મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ ગાર્ડન ખાતે સવારે છ થી આઠ દરમિયાન ડાયાબિટીસ માટે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
આ આયોજનના સફળતા માટે સૌરાષ્ટ્ર કચ્છ ના કોર્ડીનેટર વિજયભાઈ શેઠ જિલ્લા કોર્ડીનેટર કેતનભાઇ કોટિયા અને જિલ્લાના સક્રિય અને સેવાભાવી ટ્રેનરો સાથે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં આગામી તારીખ ૧૪ નવેમ્બરના રોજ યોજનાર ડાયાબિટીસ મટે યોગ શિબિરમાં વધુમાં વધુ લોકો લાભ લઈ શકે આ માટે ની દિશા સૂચન કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિશપાલજી રાજપુતના સીધા માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં ડાયાબિટીસગ્રસ્ત રોગીઓ માટે યોગ દ્વારા ડાયાબિટીસને મેનેજ કરી શકે જે માટે સાયન્ટિફિક અને વૈજ્ઞાનિક આધારિત આસનો ,પ્રાણાયામો આહાર, વિહાર વગેરેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે
આ માટે ખાસ આ બેઠકમાં પધારેલ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના કો ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને પોરબંદરના કો ઓડીનેટર કેતન કોટિયાએ પોરબંદરના નાગરિકોને સહભાગી થવા અનુરોધ કરાયો છે.
