પોરબંદરની કરાટે વીરાંગનાઓએ એક સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદરની યશ કલગીમાં કર્યો વધારો

એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી, કરાટેડો એસોસિએશન પોરબંદર, શુબૂકાઈ શિટોર્યું કરાટેડો એકેડમીના વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રિય કક્ષાની કરાટે સ્પર્ધા માં શ્રેષ્ઠ પ્રદર્શન.

-એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદર ની દીકરીઓએ ગર્લ્સ પાવર નું જોર બતાવ્યું.

  • હમ કીસિસે કમ નહીં પોરબંદર ની કરાટે વીરાંગનાઓ દીકરીઓએ એક સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદરની ની યશ કલગી માં કર્યો વધારો.

સહર્ષ સવિનય સાથ જાણવાનું કે તાજેતરમાં નેશનલ કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચોથી નેશનલ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન હૈદરાબાદ ખાતે કરવામાં આવેલું હતું રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં ભારતભરના જુદા જુદા રાજ્યોમાંથી 500થી પણ વધારે કરાટે વીર – વીરાંગનાઓ એ ભાગ લઈ સ્પર્ધાને સફળ બનાવેલ જેમાં એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી , કરાટેડો એસોસિએશન પોરબંદર અને જાપાનીઝ સ્ટાઈલ શુબૂકાઈ શિટોર્યું કરાટેડો ઇન્ડિયાના વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા જેમાં
1.તેજ સંદીપભાઈ મદલાણી
2.હિતાર્થ વિશાલભાઈ સામાણી સામાણી
3.ક્રિપા કમલેશભાઈ જુન્ગિ
4 ગીત મનોજભાઈ તોરણીયા
5.સ્નેહા કોટિયા નો સમાવેશ થયેલ હતો આ ટીમ હૈદરાબાદ મુકામે યોજાયેલ 4થી નેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2023/24નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પોરબંદરની કરાટે વીરાંગનાઓ પરાક્રમી દીકરીઓએ અલગ અલગ વેઇટ કેટેગરીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ત્રણ મેડલો મેળવી પોરબંદર ગુજરાત નું નામ અને શોર્ય રાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું કર્યું હતું .

મેડલ મેળવનાર વિદ્યાર્થીનીઓ-

1.સ્નેહા પ્રકાશભાઈ કોટીયા
સિલ્વર મેડલ

2.ક્રિપા કમલેશભાઈ જુંગી
બ્રોંઝ મેડલ

3.ગીત મનોજભાઈ તોરણીયા
બ્રોંઝ મેડલ
આ પોરબંદર ની પરાક્રમી વીરાંગના દીકરીઓને સમગ્ર પોરબંદર માંથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.
ટીમ કોચ સેનસાઈ મહેશ મોતીવરસ ની સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે બોલિવૂડ અને સાઉથ ના ફેમસ એક્ટર સુમન તલવાર એ બધાને શુભેચ્છા પાઠવી હતી અખિલ ગુજરાત કરાટે એસોસિએશન ના પ્રેસિડેન્ટ સિંહાન વિજય ભટ્ટ અને પોરબંદર કરાટે એકસપર્ટ એકસ્ત્રિમ મર્શલાર્ટ્સ એન્ડ ફિટનેસ એકડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા તેમજ વિવિધ માર્શલાર્ટ્સ શાખાઓના અગ્રણીઓ સુરજ મસાણી, સુનિલ ડાકી,અંજલિ ગંધરોકીયા વગેરેએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!