ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં ૧૪ થી ૨૮ નવેમ્બર સુધી ડાયાબિટીસ મૂકત ગુજરાત થીમ સાથે યોગ શિબિર યોજાશે
મહારાજા નટવરસિંહજી ઉદ્યાનમાં યોગ બોર્ડના નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા યોગ પ્રશિક્ષણ અને આરોગ્ય શાખાની ટીમ શિબિર પહેલા અને પછી બ્લડ ટેસ્ટ કરાશે
૦૦
ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને યોગથી ડાયાબિટીસ મેનેજ કરવાની સચોટ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પ્રશિક્ષણ અપાશે
પોરબંદર, તા. ૦૮:
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં “ડાયાબિટીસ મુક્ત ગુજરાત” થીમ સાથે યોગના માધ્યમથી ડાયાબિટીસ નિવારણ અંગે યોગ શિબિરો યોજાશે. પોરબંદરમાં ડાયાબિટીસ નિવારણ શિબિરનું આયોજન કરાયું છે. પોરબંદરના નગર સેવા સદન સંચાલિત મહારાજા નટવરસિંહજી ઉદ્યાનમાં યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ નિવારણ યોગ શિબીર યોજાશે. આરોગ્ય શાખાની ટીમ દ્વારા શિબિર પહેલા અને પછી બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના સીધા માર્ગદર્શનમાં પોરબંદરના નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા ડાયાબિટીસ મુક્ત પોરબંદર યોગ શિબીર યોજાશે. જેમાં ભાગ લેવા માટે જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયાએ પોરબંદરના ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને આહ્વાન કર્યું છે. રજીસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે. રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે સંદર્ભે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા. ૧૪ નવેમ્બરથી ૨૮ નવેમ્બર સુધી સવારે ૬:૦૦ થી ૮:૦૦ દરમિયાન “ ડાયાબિટીસ મૂકત ગુજરાત “ થીમ સાથે યોજાનાર યોગ દ્વારા ડાયાબિટીસ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં મહારાજા નટવરસિંહજી ઉદ્યાનમાં યોગ બોર્ડના નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા શિબિરમાં પ્રશિક્ષણ આપવામાં આવશે. જેમાં ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને યોગ દ્વારા ડાયાબિટીસ મેનેજ કરવાની સચોટ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પ્રશિક્ષણ અને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. પોરબંદરમાં ડાયાબિટીસ ગ્રસ્ત લોકોને આ સેવાનો લાભ મળી રહે તે માટે જિલ્લાના કોર્ડીનેટર કેતન કોટિયા દ્વારા વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવ્યું છે .