બરડા અભ્યારણ્ય જંગલ નજીક હનુમાનગઢ ગામના ખેડૂત ને શા માટે થયો 30,000 નો દંડ ?

પોરબંદર વન વિભાગની રાણાવાવ રેન્જના બરડા અભ્યારણ્ય જંગલ નજીક હનુમાનગઢ ગામના વાડી વિસ્તાર પરથી વીજ શોક વાયર રાખવા ની જાણ થતાં વન વિભાગ, પોલીસ તથા પીજીવીસીએલનો સ્ટાફ પહોંચી ગયો હતો અને ખેડૂત પાસેથી 30000 નો દંડ વસુલાયો હતો.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ તથા એમ.બી.મણિયાર રે.ફો.ઓ. ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ તા.૧૩/૧૧/૨૦૨૪ ના રોજ વન વિભાગ, પોલીસ તથા પીજીવીસીએલનો સ્ટાફ બિલેશ્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બરડા અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાણાવાવ રેન્જની બિલેશ્રવર રાઉન્ડની આશીયાપાટ બીટના બરડા અભ્યારણ્ય જંગલ વિસ્તારની બોર્ડર પર હનુમાનગઢ ગામના ભુખીયા વાડી વિસ્તારમાં માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવા બાબતેનો ગુનો શોધી કાઢવામાં આવેલ હતો. અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોધી અને સદરહું ગુના અન્વયે આ ગુનો કરનાર કેતન રામભાઇ ગોઢાણીયા રે. હનુમાનગઢ પાસેથી રકમ રૂા. ૩૦,૦૦૦/- પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
