પોરબંદર તાલુકાના ઓડદર ગામે પોલીસ ફાયરીંગ બટના સ્થળે આગામી છ દિવસ અવરજવર ઉપર પ્રતિબંધ
પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા તા. ૨૫ થી ૩૦ નવેમ્બર સુધી પ્રવેશ બંધીનો જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ કરાયો
પોરબંદર, તા. ૨૦
પોરબંદર જિલ્લા કોસ્ટગાર્ડ યુનિટના વડોદરા યુનિટમાં ઈન્ડીયન કોસ્ટગાર્ડ અને DSC પ્લાટુનમાં ફરજ બજાવતા ઈન્ડીયન કોસ્ટગાર્ડના જવાનોને ફાયરીંગ પ્રેકટીસ પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરીંગ બટના સ્થળે કરવાના હોય, આગામી તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૩૦/૧૧/૨૦૨૪ ના દિન-૬(છ) સુધી સમય સવારના ૦૭.૦૦ થી સાંજના ૦૭.૦૦ દરમ્યાન ફાયરિંગ પ્રેક્ટિસ કરવાની હોવાથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફાયરીગ પ્રેકટીસ દરમિયાન સવાલ વાળા સ્થળની આજુબાજુ અવર-જવર કરનારાઓને કોઈ નુકશાન ન થાય તે હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજેન્દ્રસિંહ એમ. રાયજાદા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, પોરબંદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)બી હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ આદેશ કરાયો છે. તા. ૨૫/૧૧/૨૦૨૪ થી તા. ૩૦/૧૧/૨૦૨૪ સુધી કુલ દિવસ-૬(છ) ના સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૭.૦૦ કલાક સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ ભાગે- ૬૦૦ મીટર, ઉતર અને દક્ષિણ ભાગે-૬૦૦ મીટર અને ત્યાંથી દરીયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યકિતગત તેમજ વહાણ/બોટ લઈને જનાર માછીમારોને અવર જવર કરવા પ્રવેશબંધી ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરે છે.
