પોરબંદર જિલ્લાને આધુનિક ઉપકરણોથી સજજ એમ્બ્યુલન્સની મળી ભેટ
પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરની ઉપસ્થિતિમાં આધુનિક ઉપકરણોથી સજજ એમ્બ્યુલન્સને લોકોની સેવામાં કાર્યરત કરાઈ
પોરબંદર,તા.૨૬:પોરબંદર જીલ્લાનાં લોકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકાર અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૦૮ ઇમરજન્સી સર્વિસના માધ્યમથી આધુનિક સુવિધા અને સાધનો સાથે એક આઇસીયુ એમ્બ્યુલન્સ ફાળવવા આવી છે આ આ એમ્બ્યુલન્સને પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે. બી . ઠક્કરની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પોરબંદર ખાતેથી
જિલ્લાની જાહેર જનતા અને તેમની આરોગ્ય સુખાકારી માટે કાર્યરત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી એ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ડીફેબ્રિલેટર,
ઈસીજી મસીન, ઇન્ફુસ્યન પંપ, સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સહિતના વિવિધ આધુનિક ઉપકરણોથી સજ્જ એમ્બ્યુલન્સ નિરીક્ષણ કરી અને માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે. કે,આઇસીયુ એમ્બ્યુલન્સથી લોકોના અમુલ્ય જીવનને બચાવવામાં મદદરુપ થશે અને ગંભીર પરિસ્થિતીમાં રહેલા દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં પણ ઉપયોગ બનશે.