પોરબંદર જિલ્લામાં વિવિધ ગામોમાં અમૃત સરોવરોના સ્થળોએ બંધારણ દિવસની ઉજવણી કરાઈ
પોરબંદર, તા.૨૬:જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાના દેખરેખ હેઠળ મિશન અમૃત સરોવર હેઠળ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોમાં નિર્માણ કરેલ અમૃત સરોવરોના સ્થળોએ બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી.
જેમાં જિલ્લાના વિવિધ ગામોમાં નિર્માણ કરેલ અમૃત સરોવરોના સ્થળોએ બંધારણ દિવસ નિમિતે ગામના સભ્યો, સરપંચશ્રીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો સાથે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.
Please follow and like us:
CATEGORIES Porbandar