નેહરુ યુવા કેન્દ્ર દ્વારા બળેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
પોરબંદર, તા.૨૭:નેહરુ યુવા કેન્દ્ર, પોરબંદર દ્વારા ભારતના સંવિધાનના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અને
“સંવિધાન દિવસ ઉજવણી નિમિતે માતુશ્રી કસ્તુરબેન દેવસી ભીમજી ગોસરાણી હાઈસ્કૂલ બળેજ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મુખ્ય વક્તાઓએ ભારતના સંવિધાનની ખાસિયતો,લોકશાહી પ્રણાલી અને સમાજ પર તેના ઊંડા પ્રભાવ વિશે વિસ્તૃત ચર્ચા કરી અને સંવિધાનના મહત્વ અને તેની મૂળભૂત મૂલ્યો અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું અને સમાજમાં સંવિધાનના મૂલ્યોની જાગૃતતા માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષક,વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયાં હતાં.
ઉલ્લેખનીય છે. કે, સંવિધાન દિવસ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા દેશના યુવા પેઢી અને સમાજમાં સંવિધાનના સિદ્ધાંતો પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.