રાણાવાવ આઇ.ટી.આઇ તાલીમ કેન્દ્ર ખાતે નશાબંધી અંતગર્ત જનજાગૃતી કાર્યક્રમ યોજાયો

પોરબંદર, તા.૨૮: નહેરૂ યુવા કેન્દ્ર પોરબંદર તેમજ આ.ટી.આઇ તાલીમ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આજ રોજ આઇ.ટી.આઇ તાલીમ સંસ્થા રાણાવાવ ખાતે નશાબંધી વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક  પી.આર ગોહિલએ જણાવ્યુ કે, દુનિયામાં ભારત યુવા દેશ તરીકે ઓળખાય છે. યુવાન અવસ્થામાં કરેલ કામ અંતર્ગત વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નું ભવિષ્ય નક્કી થાય છે. આજે ભારત દેશ વિકાસની હરળફાળ ભરી રહ્યુ છે અને ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તેમનું મુખ્ય કારણ યુવાનોની મહેનત છે. પરન્તુ આજની યુવા પેઢી
પશ્ચિમી સંસ્કૃતી અપનાવી બાહ્ય દેખાવ માટે વ્યસનના રવાડે ચડી રહ્યો છે. તે ખુબ જ ગંભીર બાબત છે. ભવિષ્યમાં ખરાબ પરિણામો ના ભોગવવા પડે તે માટે આજે જ જાગવું પડશે અને વ્યશનથી દૂર રહી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યુ છે. તેમજ વિધાર્થી યુવાકાળમા વ્યસન કેવી રીતે પ્રવેશ કરે તે પી.પી.ટી નિદર્શન દ્રારા સમજાવ્યા હતા અને દરેક વિધાર્થી ભાઇ/બહેનો પોતાના પરિવાર અને પડોશમાં આ પ્રકારના વ્યસની વ્યક્તિઓને વ્યસન મુકાવવા સમજ આપે અને એક સ્વસ્થ તથા વ્યસન મુક્ત સમાજ રચવા યોગદાન આપે તે માટે હાકલ કરી હતી.

નશાબંધી સબ ઇન્સ્પેક્ટર બી.એમ સોલંકીએ
નશામુક્ત ભારતમાં મહિલાઓ કેવી રીતે ફાળો આપી શકે જે સવિસ્તૃત માહીતી આપી હતી.

આઈટીઆઇ સંસ્થાના  સંગીતાબેન ઓડેદરાએ નશાબંધી ખાતાનો આભાર માન્યો અને જણાવ્યુ કે, અમારા સંસ્થાના વિધાર્થીઓ વ્યશન મુક્તિમાં ઝુબેશ આગળ વધારશે અને સારા પરિણામો મળશે, અંતે વિવિધ સ્પર્ધામાં નંબર આવનાર તમામને નશાબંધી ખાતા તરફથી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વ્યશન છોડવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ કાર્યક્રમાં આઇ.ટી.આઇના એસ.આઇ એચ.વી વોરા,  જે.એમ વાધ,  જે.પી ખંભાળા,  પી.એ પિપરોત્તરીયા,  એસ.જે ગોહિલ,  એસ.એસ ઓડેદરા,  એચ.એમ શિંગડીય તથા  ભાવેશભાઇ મોઢવાડીયા જીલ્લા નેહરૂ યુવા કેન્દ્ર પોરબંદરનો સ્ટાફગણ  કિષ્નાબેન હિંગળાજીયા તેમજ  સોનલબેન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!