પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું પ્રદર્શન

હીરા મોતી તથા કિંમતી વસ્ત્ર પરિધાન થી અલૌકિક શણગાર…
પોરબંદર ખાતે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સતત ૭ વરસ થી ગણપતિની માટીની મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ થાય છે.
ધન્યતા ક્રિએશન અંતર્ગત ડૉ નૂતન બેન ગોકાણી સર્જનાત્મક શોખ ધરાવતા હોવાથી આ મૂર્તિઓનો અદભૂત શણગાર કરે છે. પર્યાવરણ ને બચાવવા ની તેમની મુહિમ સહુ જાણે જ છે .
ડૉ સિદ્ધાર્થ ગોકાણી એ જણાવ્યું કે, લોકો પીઓપી ની મૂર્તિ લઈ ને સ્થાપન કરે છે.પણ ભલે નાની મૂર્તિ લો પણ માટીની મૂર્તિ લઈ ને વિસર્જન કરો જે પાણી માં ૪ થી ૫ કલાક માં ઓગળી જાય.આનાથી બે ફાયદા થાય એક તો જળ સંશાધનો પ્રદૂષિત નથી થતા અને બીજું , પીઓપી ની મૂર્તિ પાણીમાં ના ઓગળતા વિસર્જન બાદ બાપ્પાની મૂર્તિ વેરવિખેર તૂટી ફૂટી હાલત માં રઝળે છે જે આપણે કરેલી આટલા દિવસ ની શ્રદ્ધા થી કરેલી પૂજા અર્ચના પર પાણી ઢોળ થાય.
શણગાર કરેલી અલૌકિક રૂપ ધરાવતી બાપ્પાની મૂર્તિઓ નું સ્થાપન કરવાથી એક ઘરમાં જાણે સાચા બાપ્પા આવી વિરાજમાન થયા હોય તેવું લાગે છે.
૧૦ ઇંચ થી લઈ ને ૪ ફૂટ સુધી ની માત્ર ને માત્ર માટી ની મૂર્તિ નિહાળવી એક લહાવો છે.
ડૉ ritignya એ જણાવ્યું કે પોરબંદર માં કોઈને આવી મૂર્તિઓ જોવા જ નહીં મળે.ઘણી જગ્યાએ જોયું છે કે વિસર્જન બાદ ખાડાઓ અને દરિયા માં પડેલી મૂર્તિઓ ને મૂર્તિ વેચવા વાળા લોકો લઈ જઈ ફરીથી રીપેર કરી વેચાણ કરે છે જે ખરેખર અયોગ્ય છે.
અત્યારથી પર્યાવરણ ની સુરક્ષા કરતી ૭ વરસ ની ધન્યતા કહે છે કે બાપ્પા તો ઈકો ફ્રેન્ડલી લેવાય.અમારે વારસા માં પૈસા નથી જોઈતા, બસ ચોખ્ખી હવા ને પાણી અમારા માટે મુક્ત જજો અને મેં પણ મૂર્તિ શણગારી છે. ખાસ જોવા આવજો .
૨૨ થી ૨૭ ઑગસ્ટ સુધી કલ્યાણ હોલ , ફ્રેન્ડસ પેટ્રોલ પંપ ખાતે ” મિટ્ટી કે ગણેશા” નામે પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા માટી ની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે.
