ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી
કથા દિવસ ચોથો, તા.૨૮-૧૧-૨૦૨૪,
ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે ભાગવાન શ્રી વામન અવતાર, ભાગવાન શ્રી રામ ભાગવાન અવતાર, ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો, જેમાં નાના બાળકોએ આગવી વેશભૂષા ધારણ કરી ઉત્સવમા અનેરો રંગ પૂર્યોં સાથે પોરબંદરની તમામ ધર્મપ્રેમી જનતાએ ભાગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં રંગાયા અને આ શુભ પ્રસંગે પોરબંદર સ્વામીનારાયણ ગુરૂકળના ભાનુપ્રકાશ સ્વામીજી, પોરબંદર જિલ્લા ભાજપ રમેશભાઈ ઓડેદરા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, કેશોદ વિદ્યાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ રાજ્ય મંત્રી દેવાભાઈ માલામ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી કપિલભાઈ કોટેચા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, સુરેશભાઈ સિકોતરા, રાજભાઈ મોઢા સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યાં જેમનું ઉપવસ્ત્ર પહેરાવીને અને ભાગવાન શ્રી રામ મંદિરની પ્રતિમાં આપીને સન્માન કરવામાં આવેલ.
ત્યારબાદ પોરબંદર જિલ્લા કોગ્રેસના પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, સહિત સેવાદળના શહેર પ્રમુખ, યુથ કોગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢા, અને હોદેદારોનું ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઉપવસ્ત્ર પહેરાવીને ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિમાં આપીને સન્માન કરવામાં આવેલ.
આ સાથે રબારી સમાજ, સોની સમાજ, બ્રહ્મક્ષત્રિય સમાજ, સાધુ સમાજ અને પોરબંદર વેપારી મંડળ એસોશીએશના પ્રમુખ અને સર્વે હોદેદારો દ્વારા નિરવભાઈ દવેનું સન્માન કરવામાં આવેલ.
તેમજ કૃષ્ણ જન્મોત્સવ નિમિતે સાત થી આઠ હજાર થી વધુ ભક્તોએ કથાનું રસપાન કરીને ભોજન મહાપ્રસાદનો લાભ લીધેલ.