પોરબંદરમાં સગીરાને ભગાડી જવાના કિસ્સામાં પ્રેમી ઉપરાંત તેની માતાને પણ સજા કરતી કોર્ટ
હાલના આ આધુનીક જમાનામાં નાની ઉમરના છોકરા-છોકરીઓ મોબાઈલ વાપરતા હોય અને પછી સોસીયલ મિડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવ્યા બાદ લગ્નની ઉંમર ન હોવાછતાં અને એકબીજા વીશે પુરતી માહિતિ પણ ન હોવાછતાં ઘરના સભ્યોને ખબર પડી જાય પછી ભવિષ્યનો વિચાર કર્યા વગર સગીર દિકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે. અને આ અંગે નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આવા કિસ્સાઓમાં ઝડપી અને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે અનેક જજમેન્ટો આપેલા હોય, અને તે રીતે બગવદર પંથકમાં રહેતા સામતભાઈ મારૂએ એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી કે પોતાની સગીર વયની દિકરીને તારીખઃ ૧૦-૦૮-૨૦૧૯ ના રોજ કરણ વિનુભાઈ પરમાર નામનો વ્યક્તિ ભોળવી ફોસલાવી લઈ ગયેલ હોવાની ફરીયાદ કરતા પોલીસ દ્વારા તપાસને અંતે કરણની ઘરપકડ કરી જેલ હવાલે કરેલ હતો. અને પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ કરણને ભગાડી જવામાં તેના માતા-પિતાની પણ સંડોવણી હોય અને તેથી પોલીસે તેની પણ ઘરપકડ કરી તેને જેલ હવાલે કરેલા હતા.
આ અન્વયે પોરબંદરની પોકસો કોર્ટના એડી. ડિસ્ટ્રીકટ જજ પઠાણ ની કોર્ટમાં કેસ ચાલી જતા અને રેકર્ડ ઉપરના પુરાવાઓ મુજબ ભોગ બનનારની ઉંમર ૧૬ વર્ષ ની જ હોય અને ફરીયાદપક્ષે પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા સરકારપક્ષે જિલ્લા સરકારી વકિલ સુધીરસિંહ જેઠવા રોકાયેલા હોય અને તેઓએ કરેલ દલીલ મુજબ ભોગ બનનારની જુબાની નામ. કોર્ટે લીધેલી હોય અને જુબાનીમાં ભોગ બનનાર સગીરે સ્પષ્ટ રીતે આરોપી દ્વારા તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોવાનુ અને તેની ઇચ્છા-મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધેલ હોય અને આરોપીએ સગીરને ભોળવી ફોસલાવી તેની પાસેથી અલગ અલગ સમયે પૈસા પણ પડાવેલા હોય અને ધમકી આપીને સાચા સોનાની માળા તથા વીટી પણ લઇ લીધેલા હોય અને જો તેની સાથે ન ભાગે તો કરણે સગા ભાઈને મારી નાંખવાની ધમકી આપેલી હોય અને મોટરસાઇકલમાં કરણ ચલાવતો હોય સગીરને વચ્ચે બેસાડી કરણની માતા મધુબેન વિનોદ ઉર્ફે વીનુ મકવાણા પાછળ બેસી ગયેલા હોય અને તે રીતે સ્કુટરમાં સગીરાને ભગાડી ગયા હોય તેવુ રેકર્ડ ઉપર પુરવાર કરતા અને તેથી પોકસો કોર્ટ દ્વારા આરોપી કરણને ૨૦ વર્ષની સજા તથા તેની માતા મઘુબેન કે જે સગીરને લલચાવી ફોસલાવી ભગાડી જવામાં મદદ કરેલી હોય તેને ૫ વર્ષની સજા કરેલ છે.
સગીર સંતાનોને પ્રોત્સાહન આપતા મા-બાપ માટે આ ચેતવણીરૂપ ચુકાદો છે અને પુત્રમોહમાં તેની ખોટી પ્રવૃતિને પ્રોત્સાહન આપવાને કારણે માતાને પણ જેલમાં જવાનો વારો આવેલ છે અને તે રીતે આ ચુકાદો સમાજને માટે ચેતવણીરૂપ ચુકાદો છે. આ કામમાં સરકાર પક્ષે જિલ્લા સરકારી વકિલ સુધીરસિંહ જેઠવા તથા ફરીયાદપક્ષ તરફે એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા નવઘણભાઈ જાડેજા રોકાયેલા હતા.