પોરબંદરમાં ખેલ મહાકુંભ ૩.૦ નું તારીખ ૦૫ ડિસેમ્બરથી રજીટ્રેશન શરુ કરાશે
ખેલમહાકુંભ ૩.૦ શાળા, ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, ઝોનકક્ષા અને રાજ્યકક્ષાએ યોજાશે
પોરબંદર,તા.૦૩:પોરબંદરમાં ખેલ મહાકુંભ ૩.૦ નું તારીખ ૦૫ ડિસેમ્બરથી રજીટ્રેશન શરુ કરાશે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન થનાર છે. જેમાં જિલ્લાનાં ખેલાડીઓ તા.૦૫ થી ૨૫ ડિસેમ્બર સુધી
રજીટ્રેશન કરી શકશે.
ખેલમહાકુંભ ૩.૦ માં શાળા અને ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, ઝોનકક્ષા, રાજ્યકક્ષાએ યોજાશે. જેમાં પ્રત્યેક ખેલાડી મહતમ ૨ (બે) રમતમાં જ ભાગ લઇ શકશે. અં-૯, અં-૧૧, અં-૧૪, અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી જ ફરજીયાત રજીટ્રેશન કરાવવાનું રહેશે અને કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઈન અથવા કોલેજ મારફત રજીટ્રેશન કરી શકશે. તથા અભ્યાસ ન કરતા હોઈ તેવા પોરબંદર જીલ્લાના ખેલાડીઓએ સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર ખાતેથી રજીટ્રેશન કરાવી શકશે.
વિવિધ ગ્રુપની સ્પર્ધાઓમાં ભાગ લેવા વય મર્યાદા નક્કી કરવા માટે કટ ઓફ ડેટ તારીખ ૩૧/૧૨/૨૦૨૪ રાખવામાં આવી છે. ખેલમહાકુંભ ૩.૦ માં અં-૯, અં-૧૧, અં-૧૪, અને અં-૧૭ ની વયજૂથમાં ખેલમહાકુંભની એથલેટીક્સ રમતમાં તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. તેમજ ભાગ લેવા માટે વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને રજીસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪૬ ૧૫૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે. કે, ખેલમહાકુંભ ૩.૦ ના રજીસ્ટ્રેશનમાં પોરબંદર જિલ્લાના વધુને વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરે અને ખેલમહાકુંભ ૩.૦માં ભાગ લે તેવી અપીલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેંન્દ્ર પોરબંદરના જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ.મનીષકુમાર જીલડીયાએ કરી છે.