રાવલ ગામે વાઘેલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતજ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન
આયોજકો દ્વારા ધર્મ પ્રેમી ઓ ને કથાનો લાભ લેવા અનુરોધ
પોરબંદર : પોરબંદર નજીક ના જામ રાવલ ગામેસમસ્ત વાઘેલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે
પોરબંદર નજીકનાં રાવલ ગામે રામભાઈ રણમલ ભાઈ વાઘેલા ( હર સિદ્ધિ કન્સ્ટ્રક્સન ) તથા સમસ્ત વાઘેલા પરિવાર દ્વાર પિતૃ ઓ ના મોક્ષા ર્થે આગામી તા 6 થી 13 ડિસેમ્બર” વૃંદાવન ધામ “શીતળા માતાજી મંદિર ગ્રા ઉન્ડ જામ રાવલ ખાતે શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે
વ્યાસ પીઠ પર શાસ્ત્રી પંકજ ભાઈ એમ. જોશી બિરાજ માન થઇ કથા નું સંગીતમય શૈલી માં કથા રસપાન કરાવશે કથાનું વાચન તા 6 થી 13 દરમિયાન સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 કરાવશે
શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ પવન પ્રસન્ગો માં તા 6 શુક્રવાર સવારે 8-00 કલાકે દેવ સ્થાપન, બપોરે 3-30 પોથીયાત્રા. તા 7 શનિવાર બપોરે 12-00કલાકે ધંધુ કારી મોક્ષ, તા 8 રવિવાર સાંજે 6-00 કલાકે કપિલ પ્રાગટ્ય. તા 9 સોમવાર સાંજે 6-00 કલાકે નૃસિંહ અવતાર. તા 10 મંગળવાર સવારે 10-30 વામન અવતાર બપોરે 12-00 કલાકે શ્રી રામ જન્મોત્સવ તા 11 બુધવાર સાંજે 6-00 કલાકે ગિરિ રાજ પૂજન, તા 12 ગુરુવાર સાંજે 6-00 કલાકે શ્રી રુક્મણી વિવાહ, તા 13 શુક્રવાર સવારે 10-00કલાકે શ્રી સુદામા ચરિત્ર અને બપોરે 1-00 કલાકે પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ પામશે આ
ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવેલ છે જેમ તા 9 સોમવાર ભાનુબેન dદ વાઘેલા, અને શ્રી રાહુલ ભાઈ ગોસ્વામી રાત્રે 9-00 કલાકે દાંડિયા રાસ તા 10 મંગળવાર વિજુ બેન આહીર (લોક ગાયક ) ન દોત્સવ તા 11 બુધવાર સણો સરી ગામની લોકપ્રિય મંડળી તથા પી. એસ. આઈ અખે ળ મેડમ સાંજે 5-30 લોટી ઉત્સવ અને તા 13 શુક્રવાર બપોરે મહાપ્રસાદ નો સમાવેશ થાય છે. વિશેષ જાણકારી માટે શ્રી રામભાઈ રણમલ ભાઈ વાઘેલા (મોબાઈલ 9924835262) નો સંપર્ક સાધી શકાશે

