પોરબંદર એસ.ટી. ડેપો ના સફાઇ કામદારની પ્રમાણિકતા ખોવાયેલી સોનાની રીંગ મુસાફર ને પરત કરી

₹ 42000/- ની કિંમતની ખોવાયેલી સોનાની રીંગ મુસાફર ને પરત કરી
ગુજરાત ના એસ. ટી. કર્મચારીના પ્રામાણિકતા ના પ્રમાણ તો જગજાહેર છે જ પછી મોટો કર્મચારી હોય કે નાનો..!એના પુરાવા ડગલે ને પગલે મળે છે આજ રોજ પણ એવો જ એક બનાવ પોરબંદર ડેપો માં પ્રકાશિત થયો છે જેમાં પોરબંદર ડેપો દ્વારા સંચાલિત વડોદરા – પોરબંદર રૂટની બસ માં આણંદ થી ઉપલેટાની મુસાફરી માં નીકળેલ શિવાનીબેન ભંડેરી ની ₹42000ની કિમંતની સોનાની રીંગ કોઈક કારણસર બસ માં પડી ગયેલ અને આ વાત થી અજાણ એ બેન ઉપલેટા ઉતરી ગયેલ..!અને એ બસ પણ પોરબંદર આવી ગયેલ, પાછળ થી જે મુસાફર ની રીંગ ખોવાયેલ એને પોતાની ભૂલ ની જાણ થતાં તુરંત જ પોરબંદર ડેપો ના ટ્રાફિક કન્ટ્રોલર શ્રી પ્રતાપ ભાઈ શીંગરખીયાનો સંપર્ક કરી ને આ વાત કરેલ અને શ્રી પ્રતાપભાઈ એ આ રીંગ મળે એવા પ્રયત્નો કરવા ની હૈયાધારણા અને ખાત્રી આપેલ,
હવે બન્યું એવું કે આ બસ ની સફાઈ કરતા નાના સફાઈ કામદાર પણ જેના મન મોટા હોય છે એવા પોરબંદર ડેપો ખાતે બસોની સાફ સફાઈ નું કામ કરતા શ્રીભગા ભાઈ નાંઢા ને આ રીંગ મળી આવી આટલી કિંમત નું સોનું પોતાને મળવા છતાં એ પ્રામાણિક સફાઈ કર્મચારીનું મન જરાય ડગ્યું નહીં ને એણે પોતાને મળેલ આ કિંમતી સોનાની રીંગ ની વાત અધિકારી સાહેબ ને કરેલ, જે જાણ એ રીંગના મુસાફર માલિક શિવાની બેનને કરતાં શિવાની બેન રૂબરૂ પોરબંદર બસ્ટેશન ખાતે આવતા સફાઈ ભગાભાઈ એ શિવાની બેનને તેમની રીંગ સોંપી દીધેલ..
આવી કિંમતી વસ્તુ મૂળ માલિક સુધી પહોંચાડવા માં પોરબંદર ડેપોના સફાઈ કર્મચારીની પ્રામાણિકતા અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી તથા ટ્રાફિક કન્ટ્રોલર પ્રતાપભાઈ શીંગરખીયા ની મહેનત કારણભૂત બનેલ.. ને શિવાની બેને બધા નો આભાર માનેલ…
તેમજ ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.રૂઘાણી અને ડેપોના સર્વે કર્મચારીઓ એ સફાઇ કામદાર ભગાભાઇ ને અભીનંદન પાઠવ્યા છે.
આમ નાના કામદાર નાં મન કેટલા મોટા હોય એનો ઉદાહરણીય કિસ્સો પ્રકાશિત થયો..!
