પોરબંદર માં વગર ડિગ્રીના કારીગરે આબેહૂબ રામ મંદીર બનાવ્યું
પોરબંદર માં એસ.ટી.રોડ પર આવેલા લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે વર્ષોથી સેવા કરતા સેવક કાન્તિબાપાએ અયોધ્યામાં બનતા રામ મંદિર જેવું અદભુત આબેહૂબ રામ મંદિર બનાવેલ છે.
કાન્તિબાપા કોઈપણ જાતની ડીગ્રી પ્રાપ્ત કર્યા વગર પોતાની આગવી સૂઝબૂઝ આજે ધીરગંભીર બની પોતાની અંદર છુપાયેલ કળાથી વેસ્ટ માંથી બેસ્ટ થર્મોકોલ ના નાના ટુકડા માંથી અયોધ્યા નગરી માં બનતા રામ મંદિરે જેવું રામ મંદિર બનાવેલ છે.
કાન્તિબાપા કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાની અંદર છુપાયેલ કળા થી થર્મોકોલ ના વેસ્ટ ટુકડા શોધી એકલા હાથે રામ મંદિર બનાવી જલારામ મંદિર માં 22 જાન્યુઆરી સોમવાર ના દિવસે દર્શન માં ખુલ્લું મુકશે
કાન્તિબાપા છેલ્લા 10 દિવસથી પોતાની સેવા ની કામગીરી પુરી કરી મંદિર બનાવવા મા કામે લાગી જાય છે.
કાન્તિબાપા જલારામ મંદિર ના ઉપર ના હોલ મંદિર બનાવવા ની સેવા કરી રહ્યા છે.
22 જાન્યુઆરી ના દિવસે અયોધ્યા નગરીમાં રામચંદ્ર ભગવાન ની મૂર્તિ પ્રતિષ્ઠા થશે તેના માટે એક ફોટા ના આધારે થર્મોકોલ ના વેસ્ટ ટુકડા માંથી આબેહૂબ એક વસ્તુ પર ધ્યાન આપી મંદિર ને બનાવવાની કામગીરી કરી રહ્યા છે કોઈ ભૂલ રહી ન જાય તેની પણ કાળજી રાખી રહ્યા છે