Watch “એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના કરાટેના પંચ રત્નોને કરાટે બ્લેકબેલ્ટનું પદવીદાન” on YouTube


પોરબંદર,
તા.4/07/2023

એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના કરાટે ના પંચ રત્નોને કરાટે ની વિશેષ ડીગ્રી બ્લેકબેલ્ટનું પદવીદાન.
આ સાથે અન્ય 100 જેટલા કરાટે શીખનાર વિદ્યાર્થીઓને વિવિધ કલર બેલ્ટ ની પદવીઓ થી નવાઝવામાં આવેલ.

ગુરૂ પૂર્ણિમા ના પવિત્ર દિવસ પર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના બાળકો ને બ્લેક બેલ્ટ શોદાન ઉપરાંત કરાટે ના વિવિધ કલર બેલ્ટ નું પદવીદાન.
  ગુરુ પૂર્ણિમા દિવસ નું ભારતીય સંસ્કૃતિમાં અનોખું મહત્વ છે અંધકાર માંથી પ્રકાશ તરફ લઈ જવું એ ગુરુ શબ્દ નો અર્થ થાય છે ત્યારે હંમેશાથી એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના તમામ ગુરુઓ પોતાનું કર્તવ્ય નિભાવવામાં સમર્પિત છે ત્યારે ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસ પર કરાટે માં વિવધ બેલ્ટ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગુરુના આશીર્વાદ સ્વરૂપે વિવિધ કરાટે બેલ્ટ ની પરીક્ષાઓ પાસ કરનારને સન્માનિત  કરવાનો કાર્યક્રમ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર યોજવામાં આવેલ આ પ્રસંગે પોરબંદર ના ખેલરત્ન કરાટેવિર સ્વર્ગસ્થ જયેશ ખેતરપાળ ને સાચા ગુરુ તરીકે શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ .
કરાટે ની સિદ્ધિઓ એમના જુદા જુદા બેલ્ટ દ્વારા  નક્કી થાય છે જેમાં આજ રોજ વિદ્યાર્થીઓ ને પોતાની આ ઉપલબ્ધીઓ માટે વિશેષ રૂપથી સન્માનીત કરવામાં આવેલ જેમાં કરાટે  શીખવામાં  અવિરત સંઘર્ષ કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરી કરાટેની ઉચ્ચત્તર પદવી ના પ્રથમ પગથિયુ એટલેકે બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરનાર  વિધાર્થીઓ ..
1 હિનલ ભાવેનભાઈ ભાનુશાલી
2  સ્નેહા પ્રકાશભાઈ કોટીયા
3  રાધિકા સુરેશકુમાર દવે
4  તેજ રાજાભાઈ મદલાણી
5. જાનવી દીપેનભાઈ પાનખાણીયા આ કરાટે ના પંચ રત્નોનું વિશેષ સન્માન કરી એક સાચા ગુરુ તરીકે તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરવામાં આવેલ આ પ્રસંગે અન્ય વાઈટ-1, યલ્લો બેલ્ટ,ઓરેન્જ બેલ્ટ,ગ્રીન બેલ્ટ,બ્લ્યુ બેલ્ટ,પર્પલ બેલ્ટ ,બ્રાઉન બેલ્ટ વગેરે વિદ્યાર્થીઓ ને પણ સન્માનિત કરવામાં આવેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન અને અખિલ  ગુજરાત કરાટે એશોસીએશન ના પ્રમુખ સિંહાન વિજય ભટ્ટ દ્વારા બધા વિદ્યાર્થીઓને કરાટે ની બ્લેકબેલ્ટ ઉપરાંત વિવિધ કલર બેલ્ટ ની પદવીઓ અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના માર્શલ આર્ટસ અને કરાટે  એક્સપર્ટ સેન્સઈ મહેશ મોતીવરસ ,સેન્સઈ સુનિલ ડાકી,સેન્સઈ અંજલિ ગંધરોકીયા  વગેરે સમર્પિત કરાટે નિષ્ણાતો અને તમામ વિદ્યાર્થીઓ ને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના સ્થાપક કેતન કોટિયા અને સુરજ મસાણી એ દરેક ને શુભેચ્છાઓ પાઠવેલ..

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!