આશા હોસ્પિટલમાં પોરબંદરનું સૌપ્રથમ મેમોગ્રાફી મશીન તથા હાઈફલો વેન્ટીલેટર નું લોકાર્પણ

તારીખ ૧૫,૧૨,૨૪ રવિવારના રોજ શ્રી અશ્વીન ભરાણીયા ચેરીટી કાઉન્ડેશન સંચાલીત આશા હોસ્પિટલમાં પોરબંદરનું સૌપ્રથમ મેમોગ્રાફી મશીન તથા હાઈફલો વેન્ટીલેટર નું લોકાર્પણ કરવામાં આવેલ

પોરબંદર તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી માતા, બહેનો, દીકરીઓમાં કેન્સરની બીમારી વધી રહી છે જેમાં બેસ્ટ કેન્સરને લગતા રોગો વધુ પ્રમાણમાં જોવા મળતા અને આ બેસ્ટ કેન્સરના દર્દીઓ માટે મેમોગ્રાફી કરવાથી ખબર પડી જાય કે દર્દીને ગાંઠ છે તે કેન્સરની છે કે નથી તો આ સુવિધા ના હોવાથી દર્દીને કરજિયાત પણે જામનગર, રાજકોટ. કે જુનાગઢ જવું પડતું હતું તો આશા હોસ્પિટલના ટ્રસ્ટીમંડળ દ્વારા નક્કી કર્યું કે આ સુવિધા અહીંજ મળે બને તે માટે પોરબંદર ના ફુલ રાજકોટ સ્થાય થયેલ ડૉ. નીતિન લાલ તથા ડૉ. રીના લાલ સાથે વાત થઈ અને આ મેમોગ્રાફી મશીન ના ડોનર દ્વારા આશા હોસ્પિટલ ને આજરોજ આપણ કરવામાં આવેલ

આ મેમોગ્રાફી મશીન આળા હોસ્પિટલમાં દાનવીર શ્રી સલીમભાઈ મુલાણી દ્વારા અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ જેમાં આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રમેશભાઈ પટેલ, શ્રી સલીમભાઈ મુલાણી, મીરાત મુલાણી, બરકતભાઈ, ફિરોજભાઈ, ડૉ. નીતિન લાલ, ડૉ રીના લાલ, શ્રીમતી હિરલબા જાડેજા, કેતનભાઈ સરાણીયા, રસીકભાઈ ભરાણીયા, વિજયભાઈ ભરાણીયા. ક્રિષ્નાબેન ભરાણીયા, હર્ષિલભાઈ ભરાણીયા, યશભાઈ ભરાણીયા ૫.૫. બાદરણીય સ્વામીજી ભાનુપ્રકાશસ્વામીજી, બનિલભાઈ કારીયા ડૉ સુરેશભાઈ ગાંધી તથા પોરબંદરના નામી અનામી દાતાઓ દ્વારા સફળ બનાવવામાં આવેલ.

મેમોગ્રાફી મશીન વિશેની સમજ ડૉ. નીતિન લાલ તથા ડો જનાર્દન જોષી દ્વારા આપવામાં આવેલ અને આ રીપ્રોટીંગ તથા મેમોગ્રાફી રાહતદરે આશા હોસ્પિટલ અને ડૉ. જનાર્દન જોષી દ્વારા કરી આપવામાં આવશે
મંસ્થાના ટ્રસ્ટી કેતનભાઈ ભરાણીયા દ્વારા આજે અટલી જનમેદની માં કહેવામાં આવેલ કે અમે બધા ટ્રસ્ટીમંડળ તો ફક્ત સેવા કરતી આ સંસ્થાના ચોકીદાર છીએ આ સંસ્થા ઉજળી છે. પોરબંદર તથા બહારના અમારા શુભેચ્છાકો તથા નાના-મોટા સૌ દાતાઓથી અને અટલેજ દિવસે ને દિવસે આ સંસ્થા આગળ વધી રહી છે.
આ પ્રસંગે હિરલબા જાડેજા તથા અનિલભાઈ કારીયા બારા હાઈફલો વેન્ટીલેટર અર્પણ કરવામાં આવેલ અને સંસ્થાવતી તેમનો આભાર માનવામાં આવેલ ,હાઈફલો વેન્ટીલેટર ઉપયોગીતા તથા તેમનાથી થતા ફાયદાઓ અને છેલ્લા ૬ મહિનામાં આશu ક્રીટીકલ કેર દ્વારા સાવ મરણ પથારીઓ પડેલ દર્દીઓને ભાજા કરવામાં આવેલ તેની માહિતી ડૉ. કમલ મહેતા દ્વારા આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં પોરબંદરના મહાનુભાવો, વકીલો, ડોક્ટરો વિગેરે એ હાજરી આપેલ હતી
