પોરબંદર ના ટ્રાફિક બ્રિગેડરે ખોવાયલ લેડીઝ પર્સ પરત આપી પ્રામાણીકતા દાખવી
આજ-રોજ તા.૨૨/૦૬/૨૦૨૩ ના રોજ ટ્રાફિક બ્રિગેડના જવાન રામભાઇ કાનાભાઇ ઓડેદરા કમલાબાગ ચાર રસ્તા ઉપર ફરજ પર હતા તે દરમ્યાન સાંજના છ વાગ્યાની આસપાસ કમલાબાગ ચાર રસ્તા પરથી એક લેડીઝ પર્સ મળી આવેલ જેથી તુંરત જ તેઓએ આ અંગેની જાણ ટ્રફિક શાખાના પો.સબ ઇન્સ. કે.બી.ચૌહાણ તથા પો.હેડ કોન્સ. અશોકભાઇ વી. ગોંડલીયા નાઓને કરતા તેમને ટ્રાફિક શાખાની કચેરી ખાતે આવી આ પર્સ મા જોતા અસલ આધાર કાર્ડ, પાનકાર્ડ, ડેબીડ કાર્ડ, બેંકનું એ.ટી.એમ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા તથા રોકડ રૂપીયા ૪૭૩૦/- હોય જે પર્સ માથી પર્સના માલિકનો સંપર્ક કરવામાં આવેલ અને સંપર્ક થતા પર્સના માલીકને ટ્રાફિક ઓફીસ બોલાવી જરૂરી કાગળો ચેક કરી આ લેડીઝ પર્સ રીક્તાબેન પરાગભાઇ અરોરા રહેરાજીવનગર પોરબંદરવાળીનું હોય જેથી તે અંગેની ખરાઇ કરી જરૂરી ડોક્યુમેન્ટની ઓળખ મેળવી ટ્રાફિક બ્રિગેડના જવાન રામભાઇ કાનાભાઇ ઓડેદરા તથા મહિલા પોલીસ કોન્સ. હેતલબેન બારડ દ્વારા પરત આપવામાં આવેલ હતું જેથી રીક્તાબેન દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાન દિલીપભાઇ, ટ્રાફિક શાખાના પો.સબ ઇન્સ. કે.બી.ચૌહાણ સાહેબ તથા અશોકભાઇ તથા હેતલબેનનો આભાર વ્યકત કરી આનંદની લાગણી અનુભવી હતી અને ખુબ ખુબ આભાર માન્યો હતો…..