પોરબંદર ખાતે જિલ્લા કક્ષાની નિપુણ ભારત બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

*શ્રી ભોદ સીમ શાળા નંબર- ૧માં અભ્યાસ કરતી

કોઠારી નરોત્તમએ બાળવાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત મેળવ્યો*

પોરબંદર, તા.૪:જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરીત તથા શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર આયોજિત પોરબંદર જિલ્લા કક્ષાની નિપુણ ભારત બાળવાર્તા સ્પર્ધાનું આયોજન શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે કરવામાં આવ્યુ હતું.

આ સ્પર્ધા ત્રણ અલગ અલગ વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં શ્રી ભોદ સીમ શાળા નંબર- ૧માં ધોરણ -૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કોઠારી નરોત્તમ મનીષભાઈએ બાલવાટિકાથી ધોરણ-૨ સુધીના વિભાગની વાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અને વિદ્યાર્થીને શિલ્ડ તથા પ્રમાણપત્ર તેમજ રોકડ રકમ રૂપિયા ૮૦૦/- તથા અભ્યાસ ઉપયોગી વસ્તુઓ દફતર તથા પેન ઈનામમાં આપવામાં આવ્યું હતું.

બાળવાર્તા સ્પર્ધામાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ વાઢિયા તેમજ એસ.એમ.સી સમિતિના અધ્યક્ષ શ્રી વેજાભાઈ કોઠારી અને સમસ્ત શાળા પરીવાર વતી વિદ્યાર્થીને અને તૈયારી કરાવનાર શિક્ષકશ્રી અમિતભાઈ સાતાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!