પોરબંદરની એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી (MEM) સ્કુલના બાળકોનું ભણતર રામભરોસે,NSUI એ નિયામકને લખ્યો પત્ર

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકોને અચાનક છુટા કરવાથી બાળકોનું ભણતર અધ્ધ વચ્ચે ડોળાઇ જશે – કિશન રાઠોડ

વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાતી માધ્યમના શિક્ષકો મુકશો તો બન્ને માધ્યમના વિધાર્થીઓના ભણતર પર અસર થશે – NSUI

પોરબંદર જિલ્લામાં એકમાત્ર સરકારી અંગ્રેજી માધ્યમની મહાત્મા ગાંધી સ્કુલ આવેલ છે જેમાં પોરબંદર શહેરના ૧૧૦૦ થી વધુ બાળકો/વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે,અહી સામાન્ય અને મધ્યમવર્ગ પરિવારના બાળકો જ અહી અભ્યાસ માટે આવે છે નોમિનલ ફી માં તેમના બાળકોને સારૂ શિક્ષણ પ્રાપ્ત થઇ રહ્યું છે. હાલ અમોને જાણ મુજબ પોરબંદરના ઘણા નામી-અનામી લોકોએ તેમનુ ભણતર અહીં થી મેળવ્યું છે. આજે શિક્ષણ વિભાગ દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવતા પ્રવાસી શિક્ષકોને છુટા કરવામાં આવે તો આ શિક્ષકોને છુટા કરી આપવામાં આવશે તો અહી ૧૧૦૦ થી વધુ જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમના ભણતરનું શું ??
ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકશ્રીને પત્ર લખી જણાવવામાં આવ્યું હતુ કે માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવતા શિક્ષકોને છુટા કરી દેશો તો ૧૧૦૦ થી વધુ બાળકો અહી અભ્યાસ કરી રહ્યા છે એ કોના ભરોસે રહેશે ? તેમનું શિક્ષણ કાર્ય કેવી રીતે પૂર્ણ થશે ? માત્ર ૭ શિક્ષકો કેવી રીતે ૧૧૦૦ બાળકોનું ભણતર પૂરું પાડી શકશે ? તેમા પણ ૧ પ્રિન્સિપાલ સાહેબ ૨ જ્ઞાનસહાયકો અને માત્ર ૪ કાયમી શિક્ષકો છે તો આ બધા બાળકો શું રામ ભરોસે રહેશે ?
હાલ આ બાળકોનું સત્ર પણ બાકી હોય તો પછી તેમના આગળના ભણતરનું શુ ? પત્રમાં પોરબંદર NSUI એ માંગ કરી હતી કે પ્રવાસી શિક્ષકોને થોડા મહિના સુધી રાખવામાં આવે તો આ બાળકોના બાકી રહેલા ભણતરના દિવસોમાં કોઇ અસર પડે નહિ અન્યથા તેમના ભણતરમાં માંઠી અસર પડશે, તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અન્યથા તમામ વાલીઓને સાથે રાખી અમારે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, હાલ ગુજરાતી માધ્યમના શિક્ષકોને અહી રાખવાની વાત થઇ રહી છે જો એ થશે તો ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બન્ને બાળકો ભણતર પર અસર થશે તેથી NSUI ની એવી પણ માંગ હતી કે જે પણ નિર્ણય કરો તે બાળકો વિધાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે કરવામાં આવે. જો હિતાવક નિર્ણય નહિ કરવામાં આવે તે પોરબંદરની શિક્ષણ વિભાગની કચેરી ખાતે ગાંધાીગીરી કરવામાં આવશે તેમજ વાલીઓ અને વિધાર્થીઓને સાથે રાખી આંદોલન પણ છેડાશે તેમ કિશન રાઠોડે જણાવ્યુ હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!