યુથ રેડક્રોસ દ્વારા સાયન્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો



માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ સંપન્ન

માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત એમ ડી સાયન્સ કોલેજ પોરબંદર ખાતે યુથ રેડક્રોસના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. કેમ્પને સફળ બનાવવા કોલેજના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં યુથ રેડક્રોસના સભ્યોને કોલેજના અધ્યાપકો પ્રોફ. બી આ જાડેજા, પ્રોફ. ડી જે ત્રાંબડીયા, પ્રોફ. પી ડી લડવા, પ્રોફ. બી. એચ. બારીયા, પ્રોફ. મૃદિતાબેન કરમટા, પ્રોફ. નિકીતાબેન ચૌધરી, દીપતિબેન નામેરા, આવડાભાઈ મોઢવાડીયા દ્વારા કેપ તથા બેઝ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ એમ ડી સાયન્સ કોલેજ, યુથ રેડક્રોસના કાઉન્સેલર પ્રોફ. જે. જે. મોઢાએ વિદ્યાર્થીઓને યુથ રેડક્રોસના મુખ્ય ઉદ્દેશો જેવા કે સ્વાસ્થ્ય, સેવા અને મૈત્રીનો ટૂંકો પરિચય આપી આજના સમયમાં તેની તાતી જરૂરિયાત વિશે સમજૂતી આપી હતી.
તમના વક્તવ્યને અંતે તેમણે આ ઉદ્દેશોની જણાવણી દ્વારા વિદ્યાર્થીઓને સમાજના ઉત્તમ નાગરિક બનવા યુથ રેડક્રોસ માં જોડાયેલા ૧૩૬ વિદ્યાર્થીઓને સોગંધ લેવડાવ્યા હતા.

બ્લડ ડોનેશન કાર્યક્રમના શુભારંભમાં ટ્રાફિક પોલીસ પોરબંદર ના પીએસઆઈ કે.એન.અઘેરાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક સપ્તાહ અંતર્ગત ટ્રાફિક નિયમો વિશે માહિતગાર કરી પાલન કરવામાં બેદરકારીથી મળતા ગંભીર પરિણામો વિશે જાણકારી આપવામાં આવી હતી અને નિયમોનું ચુસ્ત પાલન કરવા વિશેષ અનુરોધ કરવામાં આવેલો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન શ્રી લાખણશી ગોરાણિયાએ બહોળી સંખ્યામાં જોડાયેલા યુથ રેડક્રોસના વિદ્યાર્થીઓને રેડક્રોસ સોસાયટી વિશે અને રક્તદાનની અગત્યતા વિશે માહિતી આપેલ હતી. રેડક્રોસ સાથે નવા જોડાયેલા વિદ્યાર્થીઓને અભિનંદનની પાઠવી સાથો સાથ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા અપીલ કરી હતી. બ્લડ ડોનેશન કેમ્પમાં વિદ્યાર્થીઓ ઉપરાંત વિદ્યાર્થનીઓમાં પણ ખૂબજ ઉત્સાહ જોવા મળતા બહોળી સંખ્યામાં રક્તદાન પ્રાપ્ત થયેલ હતું.
કેમ્પને સફળ બનનાર તમામ સ્ટાફ ઉપરાંત ખાસ કરીને ડોનેશનની શરૂઆત કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી કેતનભાઇ પટેલ તથા મેનેજમેંટ તેરફથી પેધારેલા એવા શ્રી રામભાઈ ઓડેદરા દ્વારા થયેલ હોઈ સંસ્થા તેમની વિશેષ નોંધ લેતા આભાર વ્યકિત કરે છે.
સમસ્ત કેમ્પ આશા ચિલ્ડ્રન હોસ્પિટલના કમલકાંત શર્મા સાથેના સહયોગથી થયેલ હોઈ સંસ્થાના આચાર્ય તથા સંચાલક મંડળે તમામનો આભાર માન્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!