પોરબંદરનો યુવાન એન.સી.સી. માં રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ કેડેટ કેમ્પ પૂર્ણ કરી પરત આવતા અનુસુચિત જાતિના આગેવાનો દ્વારા સન્માન

ગુજરાતમાંથી માત્ર ર યુવાનો જ એન.સી.સી.માં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા હતા

પોરબંદરની એમ.ડી. સાયન્સ કોલેજમાં ટી.વાય. બી.એસસી. (કેમેસ્ટ્રી)માં અભ્યાસ કરતા પ્રિયાંશુ મહેશભાઈ સાદિયાની રાષ્ટ્રીય કક્ષાએ ઓએસડી પ્રોગ્રામ અંતર્ગત કોસ્ટગાર્ડની શીપ સાથે શ્રીલંકા અને માલદિવ્સ માટે તા. ૧૪ ડીસેમ્બર ૨૦૧૪ થી ૪ જાન્યુઆરી ૨૦૨૫ ના કેમ્પ માટે પસંદગી થઈ હતી. ઉકત પ્રોગ્રામમાં ગુજરાતમાંથી માત્ર ૨ યુવાનો પસંદગી પામ્યા હતા. જે અંતર્ગત પ્રિયાંશુ સાદિયા કેમ્પ પૂર્ણ કરી પરત આવતા તેનું અનુસુચિત જાતિના આગેવાનોએ સન્માન કર્યુ હતું જયારે અન્ય યુવાન નવલ શીંગખરીયા હાલ જાપાન તાલીમમાં છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયાંશુ વિજ્ઞાન પ્રવાહના અભ્યાસની સાથે દેશભક્તિ અને શિસ્તનું સિંચન કરનાર એનસીસી (નેવલ વિંગ) સાથે ઘણા સમયથી જોડાયેલ છે. ભુતકાળમાં પ્રિયાંશુએ લોનાવાલા મહારાષ્ટ્ર ખાતે (એઆઈએનએસી કેમ્પ) મુંબઈમાં શીપ એટેચમેન્ટ કેમ્પ રાજસ્થાનમાં એડવાન્સ લીડરશીપ કેમ્પ, ઉપલેટા ખાતે કલાઈન એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ, જામનગર ખાતે કેડેટ કેમ્પ કરેલા હતા. ઉપરોકત દરેક કેમ્પના પરફોર્મસ, ડિસિપ્લીન, નૈતિકતાના આધારે રાષ્ટ્રીયકક્ષાના કેમ્પમાં સરકારશ્રી દ્વારા પસંદગી પામી હતી. અને પોરબંદરનું તથા એમ.ડી. સાયન્સ કોલેજનું ગૌરવ વધારેલ હતું.

આ તકે એડવોકેટ જી.કે. સાદીયાની ઓફીસ ખાતે અનુસુચિત જાતિના આગેવાનો પોરબંદર તાલુકા વણકર સમાજ પ્રમુખશ્રી અમરાભાઈ રાઠોડ, ઉપપ્રમુખશ્રી હિરાભાઈ સાદિયા, સિનિયર એડવોકેટશ્રી ગોવિંદભાઈ સાદિયા, ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઈ પાંડાવદરા, અર્જુન એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી મગનભાઈ સાદિયા, નિવૃત ઈન્કમટેકસ ઓફીસર શ્રી આનંદભાઈ દાફડા અને રમેશભાઈ સાદિયા દ્વારા પ્રિયાંશુનું સન્માન કરવામાં આવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!