જલારામ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર (ગ્રીન્ફર્ડ લંડન યુ.કે.) ના ભકતજનો દ્વારા જરૂરીયાતમંદ ૫૧ પરિવારોને રાશન કીટ વિતરણ

શ્રી જલાયમ મંદિર એન્ડ ડોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ – લંડન, યુકે ના ઉપક્રમે…
*કરભલા હોગા ભલા સેવાયજ્ઞ*
*ભકિતના ભવસાગરની ઝાંખી કરાવતું માધવપુર ગામના આંગણે ફરી એક વખત સેવાનો અવસર*
જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો શબ્દને ચરિતાર્થ કરનાર માણસો આ જગતમાં છે. જે સ્નેહ, સેવા અને સમર્પણને પોતાનો જીવનમંત્ર માને છે. આવા માણસો જે બીજાનું ભલું કરવા સદા તત્પર હોય છે. શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનીટી સેન્ટર (ગ્રીન્ફર્ડ લંડન યુ.કે.) ના ભકતજનો દ્વારા ફરી એક વખત માનવતાનું મહાકાર્ય કરી રહ્યા છે. ભકતજનોને શત્ શત્ પ્રણામ. જરૂરીયાતમંદ ૫૧ પરિવારોને રાશન કીટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં પોરબંદર થી ખાસ ઉપસ્થિત રાજુભાઈ ભરડવા, માવજીભાઈ પાંજરી, મહેન્દ્રભાઈ મોઢા, જીગ્નેશભાઈ કવા, યોગેશભાઈ મહેતા, તથા માધવપુર ઓશો આશ્રમ ના વિજયભાઈ સ્વામી, મહેન્દ્રભાઈ જોશી, માધવરાય મંદિર ના મુખ્યાજી, અરજણભાઇ ભૂવા, રાજાભાઈ, તથા મહિલા મંડળ ની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી રાજેશભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું તથા માનવતા પરિવાર ના સભ્યો પ્રવીણભાઈ વાજા, રાજુભાઈ જાદવ, હસમુખભાઈ ભૂવા વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.
*સૌજન્ય :*
*(૧) સ્વ.શિલ્પાબેન શાહની સ્નેહભરી યાદમાં હસ્તે વેલજીભાઈ અને પુષ્પાબેન શાહ અને પરિવાર (લંડન – યુ.કે.)*
*(૨) સેદાણી પરિવાર (Quality Foods) લંડન – યુ.કે.*
*આયોજક: શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર (ગ્રીન ફર્ડ, લંડન યુ.કે.)*
*વ્યવસ્થાપક : માનવતા પરિવાર, માધવપુર (ઘેડ)*
તારીખ : 23/03/2024
