પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોશિએશન દ્વારા દુષિત પાણીનો નવતર વિરોધ કાર્યક્રમ
પોરબંદરનો દરિયા કિનારોએ ગુજરાતનો શ્રેષ્ઠ કિનારો છે. અને મુંબઈની જેમ જ પોરબંદરવાસીઓ પણ દરિયાકિનારે ખુબ મોજ કરતા હોય છે. પરંતુ કોઈપણ જાતનાં કારણો વગર અને પોરબંદર શહેરને કાઈ લાગતું-વળગતું ન હોવા છતાં જેતપુરનાં કારખાનાઓનું દુષિત પાણી પોરબંદરનાં દરિયા કિનારે ઠાલવવાની સરકારે જે યોજના બનાવેલ છે. જે પોરબંદરનાં રહેવાસીઓ માટે તેમજ પોરબંદરનાં ફિશિંગ ઉધોગ માટે ખુબ જ નુકસાનકારક હોય અને તેથી પોરબંદરમાં તેનો વિરોધ થઇ રહેલ છે. ત્યારે પોરબંદરનાં વકીલ મંડળ દ્વારા પણ નવતર પ્રકારે વિરોધ કરી અને તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજ બપોરનાં ૧૨:૦૦ વાગ્યે કમલાનેહરુ બાગથી હાથમાં બેનરો સાથે કીર્તિમંદિર સુધીની “વિરોધ યાત્રા” કાઢવાના હોય અને તે રીતે આવું દુષિત પાણી જો શુદ્ધ કરવાનું હોય તો તેનો ઉપયોગ જેતપુરનાં રહેવાસીઓ જ શું કામ નથી કરતા ? તે મોટો સવાલ હોય અને ક્યારેક ને ક્યારેક તો ફિલ્ટર પ્લાન્ટ બગાડવાનો જ છે અને ત્યારે સીધો જ કેમિકલયુક્ત કદડો પોરબંદરનાં દરિયામાં ઠાલવવાનો હોય અને ત્યારે પોરબંદરનાં દરેક નાગરીકોને જાગૃત કરવા અને દરેક રહેવાસીઓની સરકારનાં પ્રોજેક્ટનો વિરોધ કરવાની ફરજ અને જવાબદારી હોય અને બિન રાજકીય રીતે માત્ર પોરબંદરનું હિત વિચારી સીનીયર, જુનિયર તમામ એડવોકેટશ્રીઓ પોતાના ડ્રેસકોડમાં આ “વિરોધ યાત્રા” માં જોડાવવાના હોય ત્યારે હવે માત્ર ખારવા સમાજ જ નહિ કે “સેવ પોરબંદર સી” નાં સભ્યો જ નહિ પરંતુ પોરબંદરનાં દરેક નાગરીકોએ જે રીતે ગાંધીજીએ આગેવાની લઇ આ દેશને આઝાદ કરાવ્યો તે રીતે પોરબંદરનાં દરેક નાગરિકે આગેવાની લઈ કોઈપણ સંજોગોમાં આ પ્રોજેક્ટને રદ્દ કરાવવા માટે પ્રયત્નો કરાવવા જોઈએ અને તેનાં ભાગરૂપે જ આ વિરોધ યાત્રાનું આયોજન થયેલ છે અને જરૂર પડડ્યે નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી આ લડતને ચાલુ રાખવા માટે પણ વકીલ મંડળનાં પ્રમુખ નીલેશ જોષી, ઉપપ્રમુખશ્રી રાજુ સરવાણી તથા સેક્રેટરી ચંદુ મારું તથા જોઈન્ટ સેક્રેટરી શ્રી અનીલ સુરાણી તથા ટ્રેઝરર રાકેશ પ્રજાપતિ તથા હારુનભાઈ સાટી તથા પોરબંદરનાં સીનીયર એડવોકેટ ભરતભાઈ લાખાણી, એમ.જી.શીંગરખીયા તથા શાંતીબેન ઓડેદરા તથા શૈલેશભાઈ પરમાર સહીતનાં તમામ એડવોકેટશ્રીઓએ આહ્વાન આપેલ છે.