ગુરુકુલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના હોમ સાયન્સ વિભાગ દ્વારા ગૃહ ઉદ્યોગ ની મુલાકાત
નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગ પોરબંદર અને જય વછરાજ ટિફિન સર્વિસ ની મુલાકાત લેવામાં આવી.
શ્રી આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કર્મનિષ્ઠ પ્રિન્સિપલ ડો.અનુપમ નાગર તેમજ આદરણીય IQAC મેમ્બર સમીરભાઈ તેજુરા ના માર્ગદર્શન તેમજ હોમ સાયન્સ વિભાગ અધ્યક્ષા પ્રો.રોહિણીબા જાડેજા ના કુશળ આયોજન દ્વારા નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગ તેમજ જય વછરાજ ટિફિન સર્વિસ ની મુલાકાત લેવામાં આવી.
વિદ્યાર્થીનીઓને હોમ સાયન્સ વિષય અંતર્ગત ભણવામાં આવતા અલગ અલગ વિષયો જેવા કે ન્યુટ્રીશન એન્ડ ફૂડ સાયન્સ, ફૂડ પ્રિઝર્વેશન એન્ડ પેકેજીંગ, ટાઈમ એન્ડ એનર્જી રિસોર્સ મેનેજમેન્ટ, મીલ મેનેજમેન્ટ જેવા વિષયોની સાથે-સાથે વિદ્યાર્થીનીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં પરંતુ પ્રાયોગિક જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીનીઓને ભવિષ્યમાં નવી દિશા મળી રહે અને પોતાના પગભર થઈ શકે તે હેતુથી હોમ સાયન્સ અભ્યાસ વર્તુળ અંતર્ગત આયોજન કરવામાં આવેલું હતું. નવકાર ખાખરા ગૃહ ઉદ્યોગ ના સંચાલક કોમલબેન સંજયભાઈ કોરડીયા દ્વારા વિદ્યાર્થીનીઓને ખાખરા બનાવવા માટેની એક એક પ્રોસેસ નું જીણવટ પૂર્વક સમજણ આપી હતી તેમજ તેમાં ઉપયોગી તમામ સાધનોથી માહિતગાર કર્યા હતા જેમકે ખાખરા બનાવવા માટે ના લોટ બાંધવાની પ્રોસેસ થી લઇ લુવા તૈયાર કરવા માટેનું મશીન કઈ રીતે કાર્ય કરે છે ત્યારબાદ ખાખરા શેકવાના મશીન નો ઉપયોગ કઈ રીતે કરી શકાય ખાખરા મશીનમાં શેકતા પહેલા અન્ય કેટલીક પ્રોસેસ માંથી પસાર થવું પડે છે તે દરેક બાબત તેમજ તમામ ખાખરા તૈયાર થઈ ગયા બાદ તેનું પેકેજીંગ કઈ રીતે કરવું અને માર્કેટિંગ સ્કીલ્સ વિશે પણ ખૂબ સારું એવું જ્ઞાન વિદ્યાર્થીનીઓને પૂરું પાડવામાં આવેલ. તેમના આ નવકાર ખાખરા ની માંગ પોરબંદરની વિવિધ પચીસ થી વધારે દુકાનો માં તેમની આ બ્રાન્ડના છ જેટલા પ્રકાર ના જુદા જુદા ફ્લેવર્સ નાં મળે છે તેમજ પોરબંદર ઉપરાંત તેમના ખાખરા ની માંગ રાજકોટ,જામનગર, અમદાવાદ,મુંબઈ સુધી વિસ્તરેલી છે.ખાખરા ઉપરાંત કોમલબેન દ્વારા પોતાના જીવનની પ્રેરણાદાઈ સ્ટોરીથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા તેમજ તેમણે વિદ્યાર્થીનીઓને પગભર કઈ રીતે થવું તેના માટે તથા ક્યારે હાર ન માનવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. હાલ શ્રી,કોમલબેન ના માર્ગદર્શન હેઠળ આઠ જેટલી બહેનો ખાખરા ગૃહ ઉદ્યોગ માં કાર્યરત છે રોજગારી મેળવી રહ્યા છે તે તમામ બહેનોની પણ આત્મનિર્ભર બનવા માટેનો જુસ્સો જોઈ વિદ્યાર્થીનીઓ અચંબિત બની હતી.ત્યારબાદ જય વછરાજ ટિફિન સર્વિસ ની મુલાકાત લેવામાં આવેલ. આ ટિફિન સર્વિસ ની પણ રોચક કહાની છે માત્ર ત્રણ બહેનો ની મહેનતથી દરરોજના સવાસોથી વધુ ટિફિન લોકો સુધી પહોંચાડવામાં આવે છે ખારવા સમાજની આ ત્રણ મહિલાઓના આત્મબળ નું આ સુંદર પરિણામ છે તેમને ત્યાં ટિફિન માટેની સર્વિસમાં નર્સિંગ માં અભ્યાસ કરતી બેનેહો ઉપરાંત વ્યવસાઇક લોકો જેઓને ઘર જેવું ભોજન ખુબજ વ્યાજબી કિંમત માં સ્વાદિષ્ટ તેમજ ભાવથી પીરસવામાં આવેછે ટિફિન પાર્સલ ઉપરાંત ત્યાં આવતા ગ્રાહકો ને પણ ભોજન ની સુવિધા ઉપલબ્ધ છે.
આ બંને મુલાકાત માટે કોલેજના IQAC મેમ્બર.સમીરભાઈ તેજુરા આ વિઝીટ દરમ્યાન વિદ્યાર્થિનીઓ ની સાથે રહી ગૃહઉદ્યોગ અને માર્કેટિંગ તથા સતત પરિશ્રમથી જ કોઈ પણ નાના ઉદ્યોગને આત્મવિશ્વાસ થી ખુબ ઊંચાઈ સુધી લઈ જઈ શકાય તેમ જણાવેલું.આ પ્રેરણાદાયી માર્ગદર્શન તથા તેમની ઉપસ્થિતિ બદલ સંસ્થા વતી હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષા તેમજ વાઇસપ્રિન્સીપાલ પ્રો.રોહિણીબા જાડેજા એ ઋણ સ્વીકાર કર્યો હતો. આ શૈક્ષણિક મુલાકાત ને સફળ બનાવવા માટે હંમેશા માર્ગદર્શન આપનાર ગુરુકુળ મહિલા કોલેજ નાં પ્રિન્સીપાલ, ડો. અનુપમ નાગર સાહેબ તથા હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજા,પ્રો. શોભનાબેન વાળા ડો. નમ્રતાબેન સામાણી તથા પ્રો. રૂપલબેન ભરખડાએ જેમાં ઉઠાવી હતી.